Bharuch : 55 વર્ષીય આધેડે 12 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી, પોલીસે જેલના સળિયા પાછળ ધકેલ્યો

|

Sep 19, 2022 | 6:20 AM

નેશનલ હાઇવેને અડીને આવેલા ગામમાં રહેતા પરિવારના પાડોશી આધેડ સાથે પારિવારિક સંબંધ હતા. વૃદ્ધ બાળકોને અવાર - નવાર રમાડવા લઇ જતા પણ તેમનો ઈરાદો માસુમ બાળકોને રમાડવાનો નહિ પણ હવસનો શિકાર બનાવવાનો હોવાનો બાળકોના પિતાને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો.

તાજેતરમાં ગુરુ દ્વારા સગીર વિધાયર્થીનીને હવસનો શિકાર બનાવવાની ઘટના બાદ ભરૂચ(Bharuch ) જિલ્લામાં ગણતરીના સમયમાં બાળકીને હવસનો શિકાર બનાવાયાની વધુ એક ઘટના સામે આવી છે. અંકલેશ્વર તાલુકાના એક ગામમાં 55 વર્ષીય આધેડે પાડોશમાં રહેતી બાળકીને રમાડવાના બહાને ઘરમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરતા હંગામો મચ્યો હતો. પીડિત બાળકી પરિવારને આપવીતી જણાવતા સ્થાનિકોએ આધેડને ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો.બનાવ સંદર્ભે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધીને આધેડને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બાળકીઓ સાથે છેડતી અને દુષ્કર્મના વધતા આ પ્રકારના બનાવ વાલીઓમાં ચિંતા જન્માવી રહ્યં છે.

નેશનલ હાઇવેને અડીને આવેલા ગામમાં રહેતા પરિવારના પાડોશી આધેડ સાથે પારિવારિક સંબંધ હતા. વૃદ્ધ બાળકોને અવાર – નવાર રમાડવા લઇ જતા પણ તેમનો ઈરાદો માસુમ બાળકોને રમાડવાનો નહિ પણ હવસનો શિકાર બનાવવાનો હોવાનો બાળકોના પિતાને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. પાડોશમાં રહેતા આધેડ ચાચા રિયાઝ શબ્બીર શેખને બાળકો માંથી જોતા હતા અને તેમનો આદર કરતા હતા પણ આધેડના મનસૂબા ખુબ ખરાબ હતા. 12 વર્ષીય ફૂલ જેવી માસુમ દીકરીને રમાડવાના બહાને ઘરમાં લઈ જઈ હવસનો શિકાર બનાવી હતી. આ આધેડ છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી બાળકી આ પ્રકારનું હીન કૃત્ય આચરતો હતો. એક સ્થાનિક મહિલા આધેડની હરકતોને જોઈ જતા બાળકીની માતાને કહ્યું હતું. બાળકીને આબાબતે પૂછવામાં આવતા તેણે આપવિતી જણાવી હતી એ આ બાળકીની માતા તેના પતિને જાણ કરતા તે પણ કામ ધંધો છોડીને ઘરે દોડી આવ્યા હતા. આ બનાવ અંગે દીકરીને પુછાતા અંતે દીકરીએ હકીકત માતા અને પિતાને વર્ણવી હતી.

ઘટનાના પગલે ક્રોધિત બાળકીના પિતાએ સ્થાનિકો સાથે રિયાઝના ઘરે પહોંચી તેને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો. પોલીસે પોક્સો એક્ટ તેમજ દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ આરંભી રિયાઝ શબ્બીર શેખની ધરપકડ કરી હતી.

Next Video