Chotaudepur: પાવી જેતપુર પાસે નેશનલ હાઈવે પરના ભારજ નદીના બ્રિજને બંધ કરાતા હાલાકી, ઝડપથી નિરાકરણ લાવવા માંગ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 02, 2023 | 5:47 PM

છોટાઉદેપુર થી વડોદરા જતા હાઈવે પરનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સમારકામને લઈ બ્રિજને તંત્ર દ્વારા બંધ કરી દેવામા આવ્યો છે. ભારજ નદી પરના બ્રિજને બંધ કરવાને લઈ વાહન ચાલકોને હાલાકી સર્જાઈ છે. પાવી જેતપુર પાસે આવેલ આ બ્રીજ મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે પર આવેલો છે. જેને લઈ સ્થાનિકો સહિત અને અનેકને ધંધાકીય અસર પહોંચી રહી છે. લોકોએ 24 કિલોમીટર લાંબો ચકરાવો હાલમાં ખાવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ Dharoi Dam: ચોમાસાની વિદાયની તૈયારીઓ, ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમની વર્તમાન સ્થિતિ જાણો, સંપૂર્ણ અપડેટ

અઢી ત્રણ માસથી પુલની સમસ્યા સર્જાઈ છે. બ્રિજ ખૂબ જ મહત્વનો હતો અને ચોમાસામાં પાણી નદીમાં પૂરના સ્વરુપે આવતા પુલને નુક્સાન થયુ હતુ. આમ પુલની મરામત કરવી જરુરી બની હતી. જેથી પુલને હાલમાં બંધ કરી દેવામાં આવી છે. હાલ તો ડાયવર્ઝન બનાવવા માટેનુ કામ શરુ કરવામાં આવ્યુ છે. ટૂંક સમયમાં જ આ હાલાકી દૂર થઈ જવાની સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ હૈયાધારણા સ્થાનિક લોકોને આપી હતી.

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 02, 2023 05:45 PM