પોરબંદરમાં કુતિયાણા બેઠક પર જામશે ચતુષ્કોણીય જંગ, કાંધલ જાડેજાએ આ પક્ષમાંથી ભર્યુ ફોર્મ

|

Nov 14, 2022 | 11:01 PM

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ટિકિટને લઈને કકળાટ તમામ પાર્ટીમાં જોવા મળી રહ્યો છે. NCP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થતા NCPએ કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજાને ટિકિટ આપી ન હતી. જેનાથી નારાજ કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

પોરબંદરમાં NCPથી નારાજ કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા. કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટી અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. કુતિયાણા બેઠક પર હવે ચતુષ્કોણીય જંગ જોવા મળશે. કુતિયાણા બેઠક પર ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે જંગ જોવ મળશે. કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજાને ટિકિટ ન મળતા સમર્થકોમાં રોષ ભભૂક્યો છે. NCP ના 6 હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધા છે. આ પહેલા પણ સૌરાષ્ટ્ર સહિત અનેક તાલુકા અને જિલ્લા હોદ્દેદારોએ NCP નો સાથ છોડી દીધો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કાંધલ જાડેજાએ આ પક્ષમાંથી નોંધાવી ઉમેદવારી

અગાઉ કાંધલ જાડેજાએ NCPમાંથી ફોર્મ ભર્યુ હતુ. કોંગ્રેસ-NCPના ગઠબંધન વચ્ચે NCPમાંથી કાંધલ જાડેજાએ હજારો સમર્થકો સાથે કુતિયાણીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. ત્યારે ગઠબંધનને પગલે કુતિયાણા બેઠક પર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉભો રાખવા મક્કમ છે. ત્યારે કુતિયાણા બેઠક પર કોંગ્રેસ-NCPના ગઠબંધનને લઈને પેચ ફસાયો હતો. જો કે બાદમાં NCPએ મેન્ટેડ ન આપતા કાંધલ જાડેજા નારાજ હતા. કુતિયાણા બેઠક પર છેલ્લી બે ટર્મથી કાંધલ જાડેજા NCPમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારે તેઓ કુતિયાણાથી લડવા માટે મક્કમ કાંધલ જાડેજાએ હવે કુતિયાણાથી સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે.

આપને જણાવી દઈએ કે કુતિયાણા બેઠક પરથી ભાજપમાંથી પહેલા રમેશ ઓડેદરાનું નામ ચર્ચાઈ રહ્યુ હતુ. જો કે ભાજપે અહીં મહિલા ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે.

Next Video