દક્ષિણ ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ હવે DJ રોકી સ્ટાર મામલે આમને સામને આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ ધવલ પટેલ આમને સામને આવ્યા છે. વલસાડના સાંસદ ધવલ પટેલે ધારાસભ્ય ચૈતર વસાવાને ચેતવણી આપી છે. સાંસદે ચૈતર વસાવા પર આદિવાસી યુવાનને ધંધો કરતો રોકવાનો આરોપ લગાવ્યો છે.
ધવલ પટેલે જણાવ્યુ કે ડીજે રોકી સ્ટાર ગુજરાતનો પ્રખ્યાત ડીજે છે અને સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેમણે નામ કર્યુ છે. આદિવાસી સમાજ માટે પણ ઘણા સારા ગીતો બનાવ્યા છે. આવા ટેલેન્ટેડ યુવાનની લોકપ્રિયતાનો ઉપયોગ કરી ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા છે. એ જ ધારાસભ્યે 15મી નવેમ્બરે તેમની સભા દરમિયાન આ આદિવાસી યુવાનને ચેતવણી આપી કે તમે જે 1 લાખ 20 હજાર રૂપિયા કે દોઢ લાખ રૂપિયા જે લો છો તે બંધ કરી દેજો. નહીં તો તમારો ધંધો બંધ થઈ જશે. તમારો બહિષ્કાર કરશુ. આ ડીજે સ્ટાર 45 યુવાનોને તેના બેન્ડમાં રોજગારી આપવાનું કામ કરે છે. ચૈતર વસાવાએ ભરી સભામાંથી ડીજે રોકી આ પ્રકારની ધમકી આપી હોવાનું સાંસદ ધવલ પટેલે જણાવ્યુ.
ધવલ પટેલે વધુમાં જણાવ્યુ કે ટ્રાયબલ ટ્રેડ ફેરમાં આદિવાસી યુવાનોને રોજગાર માટે પ્રોત્સાહન આપ્યુ. તો ચોક્કસ લોકોએ રાજનીતિ કરી વિવાદ સર્જ્યો હતો. આપના ચૈતર વસાવાએ તેમની માનસિક્તા છતી કરી છે. પરંતુ સાંસદ ધવલ પટેલ અને ભાજપ સરકાર બંને ડીજે રોકી સ્ટારના સમર્થનમાં છે.
ચૈતર વસાવાએ તેની સભામાંથી ડીજે રોકીને તેમજ અન્ય બેન્ડવાળાને સંબોધીને કહ્યુ હતુ કે માપનું ડીજે રાખજો, માપના બેન્ડ રાખજો, માપના સાઉન્ડ રાખજો પરંતુ આપણા લોકોને પોસાય એ ભાવ રાખજો.નહીં તો આવનારા દિવસોમાં આ વિસ્તારોમાંથી બેન્ડ બાજા પણ અમે બહિષ્કાર કરીશુ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો