Banaskantha : અંબાજીમાં ધોધમાર વરસાદ, હાઇવે પણ વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

|

Jul 27, 2022 | 4:58 PM

અંબાજીમાં(Ambaji)  ધોધમાર વરસાદ(Rain)વરસ્યો છે . જેમાં હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો થયા પરેશાન થયા છે. ભારે વરસાદના પગલે બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

ગુજરાતના બનાસકાંઠાના (Banaskantha) અંબાજીમાં(Ambaji)  ધોધમાર વરસાદ(Rain)વરસ્યો છે . જેમાં હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો થયા પરેશાન થયા છે. ભારે વરસાદના પગલે બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના અંબાજીમાં મેઘમહેર ખેડૂતો મેઘકહેર બની છે. જેમાં અતિભારે વરસાદના પગલે અનેક ખેતરો બેટમાં ફેરવાતા મગફળીનો પાક નષ્ટ થયો છે..મગફળીનો ઉગેલો પાક વરસાદી પાણીમાં ડૂબી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

જેમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરવામાં આવે તેવી ખેડૂતોએ સરકાર પાસે માગ કરી હતી. જો કે મગફળીનો સારો પાક મળશે તેવી ખેડૂતોની આશા પર હવે પાણી ફરી વળ્યું છે. આકાશી અનરાધાર આફતના કારણે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે..મગફળી, સોયાબીન, બાજરી, કપાસ સહિતનો પાક બળી ગયો છે.

ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત

મહત્વનું છે કે આજે વહેલી સવારે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે. સવારે 2 કલાકમાં જ દાંતામાં પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મહેસાણાના સતલાસણા, સાબરકાંઠાના વડાલીમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદ બાદ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે.

વરસાદનું જોર ઘટશે

રાજ્યમાં ચોમાસાની શરુઆતમાં જ સારો એવો વરસાદ વરસ્યો છે. જો કે રાજ્યના હવામાન વિભાગે  આગાહી કરી છે કે વરસાદનું જોર હવે ઘટશે. હવામાન વિભાગની આગાહી મુજબ 27 જુલાઇથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. એટલે કે ખૂબ જ ઓછા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પાડશે.

Published On - 4:57 pm, Wed, 27 July 22

Next Video