બનાસકાંઠા: ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો

|

Mar 19, 2024 | 9:13 AM

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ઘી, તેલ અને પાપડ સહિતનો એક્સપાયરી ડેટનો જથ્થો વેચવામાં આવતો હોવાને લઈ આરોગ્ય વિભાગ અને પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક વેપારીઓ આવો જથ્થો વેચતા હોવાને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન આવો જથ્થો મળી આવવાને લઈ તંત્રએ એક્શનમાં આવીને કાર્યવાહી કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં નકલી ઘી સહિત ખાદ્ય ચીજોમાં ભેળસેળના મામલા વારંવાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન ધાનેરા નગર પાલિકા વિસ્તારમાં પણ વેપારીઓ દ્વારા એક્સપાયરી ડેટ ધરાવતી ખાદ્ય ચીજો વેચાણ કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને લઈ આરોગ્ય વિભાગ અને સ્થાનિક નગર પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોની લાંબી કતારો જામી, હોળી પહેલા ભાવો સારા મળતા ખુશી

પાલિકા અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તપાસ હાથ ધરાતા ઘી, તેલ અને પાપડ સહિતની ખાદ્ય ચીજો એક્સપાયરી ડેટ ધરાવતી મળી આવી હતી. આવી ચીજોને જપ્ત કરીને તેના સેમ્પલ લઈે તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આવો જથ્થો જપ્ત કરવામા આવ્યો છે અને વેપારી સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Next Video