Banaskantha: ફરી એક વખત લવ જેહાદની ઘટના સામે આવી, યુવક લગ્નની લાલચ આપી યુવતીને ભગાડી ગયો

|

Sep 14, 2022 | 4:45 PM

શોહેબે સોશિયલ મીડિયામાં નામ બદલીને યુવતીને ફસાવી હોવાનું સામે આવ્યું છે. ડીસા પોલીસે યુવતીને ફસાવનાર આરોપી શોહેબ સિંધીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના (Deesa) ડીસામાં ફરી એક વખત લવ જેહાદની ઘટના સામે આવી છે. અમીરગઢના વિરમપુરનો શોહેબ સિંધી નામનો વિધર્મી યુવકે લગ્નની (Marriage ) લાલચ આપી યુવતીને ભગાડી ગયો હતો. જો કે સમગ્ર ઘટના અંગેની જાણ ડીસા પોલીસને  (Police) કરાતા પોલીસે યુદ્ધના ધોરણે યુવતીની શોધ કરી હતી અને યુવતીને સમજાવટથી સલામત રીતે પરત લાવવામાં આવી છે.  શોહેબે સોશિયલ મીડિયામાં નામ બદલીને યુવતીને ફસાવી હોવાનું સામે આવ્યું છે. ડીસા પોલીસે યુવતીને ફસાવનાર આરોપી શોહેબ સિંધીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે તાજેતરમાં ડીસાના માલગઢમાં પણ લવ જેહાદની ઘટના બની હતી. જેમાં હિન્દુ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેના પરિવારજનોનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું. આ મુદ્દે ડીસામાં સજ્જડ બંધ સાથે આક્રોશ રેલી પણ યોજાઇ હતી.

અગાઉ પણ બની હતી લવ જેહાદની ઘટના

અગાઉ પણ આવી ઘટના બની હતી તેની  વિગતો એવી હતી કે ડીસા તાલુકાના રાજપુર ગવાડી ગામના શખ્સે રસાણા કોલેજમાં અભ્યાસ કરતી માલગઢની યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતીની માતા અને ભાઈને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. બાદમાં યુવતીના તેના ભાઈ પાસે હાઈકોર્ટમાં પિટીશન કરી ત્રણેને અલગ રહેવા લઈ ગયો હતો. રૂ.25 લાખની માંગણી કરતા યુવતીના પિતાએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે.

પરિવારમાં ધર્મ પરિવર્તન થતા પિતાને દુ:ખ લાગી આવ્યું હતું અને તેમની લાગણી ઘવાતા પાલનપુરમાં ઝેરી પ્રવાહી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે એજાજ મુસ્તુફાભાઈ શેખ, મુસ્તુફા પાપાભાઇ શેખ, આલમ પાપાભાઇ શેખ, સત્તાર અબ્દુલભાઈ હાજી અને સોહીલ સત્તારભાઈ શેખ સામે ગુનો નોંધાવ્યો હતો.

Next Video