Banaskantha: ફરી એકવાર સરપંચના પતિની દાદાગીરી આવી સામે, ઉશ્કેરાઈ ગયેલા સરપંચના પતિ પંચાયતને તાળું મારીને જતા રહ્યા
બનાસકાંઠામાં ફરી એકવાર સરપંચ પતિની દાદાગીરી સામે આવી છે. ડીસાના ઝેરડા ગામે તલાટી સામે સરપંચના પતિ દાદાગીરી કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.
Banaskantha: બનાસકાંઠામાં ફરી એકવાર સરપંચ પતિની દાદાગીરી સામે આવી છે. ડીસાના ઝેરડા ગામે તલાટી સામે સરપંચના પતિ દાદાગીરી કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં મહિલા સરપંચ ઝેબર રબારીના પતિ તલાટીને અપશબ્દો બોલતા સાંભળવા મળે છે. સરપંચના પતિનું નામ પીરા રબારી છે. એક અરજદારને કામ કરી આપવા બાબતે તલાટી અને પીરા રબારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પીરા રબારીએ તલાટીને ચાવી આપીને ઓફિસમાંથી જતા રહેવાનું કહી દીધુ હતું. તલાટીએ કહ્યું કે, ઉશ્કેરાઈ ગયેલા સરપંચના પતિ પંચાયતને તાળું મારીને જતા રહ્યા હતા. જેથી તેમને બહાર બેસીને પોતાની કામગીરી કરવી પડી હતી.
રાજકોટના સંઘે 14 દિવસની પદયાત્રા બાદ પારંપરિક વસ્ત્રોમાં અર્પણ કરી
શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર શક્તિપીઠ અંબાજી ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાના પાંચમાં દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે. ત્યારે રાજકોટથી પણ એક સંઘ 14 દિવસની લાંબી પદયાત્રા કરીને અંબાજી ધામ પહોંચ્યો છે. રાજકોટથી આવેલા સંઘે ખાસ ટ્રેડિશનલ ડ્રેસ કોડમાં પહોંચી ધજા અને માંડવી અર્પણ કરી હતી. આ સંઘ છેલ્લા 21 વર્ષથી રાજકોટથી અંબાજી ખાતે પદયાત્રા કરીને પહોંચે છે. ભાદરવી પૂનમના મેળાનું અંબાજી ખાતે અનોખું મહત્વ છે. ત્યારે વિવિદ સંઘો સાથે માઇભક્તો અંબાજી પહોંચી રહ્યા છે.
