પાલનપુરમાં 12માં ધોરણનો વિદ્યાર્થી હાર્ટએટેકથી મોતને ભેટ્યો, સવારે શાળાએ જવા ઉઠ્યો જ નહીં

પાલનપુરમાં 12માં ધોરણનો વિદ્યાર્થી હાર્ટએટેકથી મોતને ભેટ્યો, સવારે શાળાએ જવા ઉઠ્યો જ નહીં

| Edited By: | Updated on: Jan 08, 2024 | 11:21 AM

પાલનપુરના બાદરપુર ગામના કિશોરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. યુવાનો અને કિશોરોમાં હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા છે. ત્યા વધુ એક ઘટના પાલનપુરમાં સામે આવી છે. રાત્રી દરમિયાન સુઈ રહેલા કિશોરને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. યુવાનને સારવાર માટે ખસેડ્યો હતો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

યુવાનો અને કિશોરોમાં હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો ચિંતા વધારી રહી છે. પાલનપુર વિસ્તારમાં વધુ એક ઘટનામાં કિશોરે હાર્ટએટેકને લઈ જીવ ગુમાવ્યો છે. કિશોર રોહિત ગૌતમભાઈ ડાભી કાણોદરની હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. રાત્રી દરમિયાન ઘરે સુઈ રહેવા દરમિયાન જ રોહિતને હાર્ટએટેક આવ્યો હતો. સવારે તે શાળાએ જવા માટે ઉઠ્યો જ નહીં અને તેને પાલનપુર સારવાર માટે ખસેડાયો હતો.

આ પણ વાંચો: લક્ષદ્વીપની અદ્ભૂત સુંદરતાના વીડિયો મચાવવા લાગ્યા ધૂમ, જોઈને માલદીવ ભૂલાઈ જશે, જુઓ

જોકે તબિબોએ રોહિતનું રાત્રે જ ઉંઘમાં હાર્ટએટેકના કારણે મોત નિપજ્યુ હોવાનું જણાવ્યુ હતુ. પરિવારનો એકના એક દિકરો મોતને ભેટવાને પગલે આભ ફાટ્યાની સ્થિતિ પરિવાર પર સર્જાઈ હતી. આ પહેલા પણ યુવાન અને કિશોર વયે જીવ હાર્ટએટેકથી ગુમાવવાની ઘટના પાલનપુર અને બનાસકાંઠામાં નોંધાઈ છે. ત્યાં વધુ એક ઘટનાને લઈ ચિંતાનો માહોલ છવાયો છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 08, 2024 11:18 AM