સિરપ કાંડ બાદ પોલીસ તંત્ર સફાળુ જાગ્યુ, રાજ્યમાં ઠેર-ઠેર ઝડપાયું નશાકારક સિરપ, જુઓ વીડિયો
રાજ્યમાં તમામ સ્થળે દરોડા પાડીને શંકાસ્પદ સિરપનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી ગત મોડી રાતથી જ શરૂ કરી દેવાઈ છે.ખેડા જિલ્લામાં નશાકારક સિરપ પીવાથી 5 લોકોનાં મૃત્યુ થયા.ત્યારપછી પોલીસ હરકતમાં આવી છે. ટીવી સ્ક્રિન પર પોલીસની કાર્યવાહીની 6 તસવીરો જોઈ શકો છે.
ખેડા જિલ્લામાં નશાકારસ સિરપ કાંડ બાદ રાજ્યનું પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે.રાજ્યમાં તમામ સ્થળે દરોડા પાડીને શંકાસ્પદ સિરપનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી ગત મોડી રાતથી જ શરૂ કરી દેવાઈ છે.ખેડા જિલ્લામાં નશાકારક સિરપ પીવાથી 5 લોકોનાં મૃત્યુ થયા.ત્યારપછી પોલીસ હરકતમાં આવી છે. ટીવી સ્ક્રિન પર પોલીસની કાર્યવાહીની 6 તસવીરો જોઈ શકો છે.
મહેસાણામાં શંકાસ્પદ સિરપની 2 હજાર 300 બોટલ સાથે એક શખ્સની અટકાયત કરાઈ છે.જ્યારે ઊંઝામાં ગોકુલ ડેરી પાર્લરમાંથી આયુર્વેદિક સિરપની 121 બોટલ જપ્ત કરાઈ છે.આ તરફ ડીસાના ભીલડીમાંથી સિરપની 1 હજારથી વધુ બોટલ જપ્ત કરાઈ છે.જ્યારે બોટાદના ગઢડામાં રૂપિયા 12 હજારની કિંમતનો 80 બોટલ સિરપનો જથ્થો જપ્ત કરાયો છે.તેવી જ રીતે જામનગરમાં હર્બલ ટોનીકના નામે વેચાતા કેફી પીણાની 96 બોટલ જપ્ત કરાઈ છે.
Published on: Dec 01, 2023 12:26 PM
