Amreli: વિધાનસભા ચૂંટણીને લઇ જાગૃતિ અભિયાન, લોકોને ચૂંટણીના પર્વ અંગે અપાઇ માહિતી

|

Sep 04, 2022 | 7:08 PM

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ ચૂંટણીપંચે જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા આવે અને લોકો વધુ મતદાન કરે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Amreli: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ ચૂંટણીપંચે જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા આવે અને લોકો વધુ મતદાન કરે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે અમરેલીના વડીયામાં પણ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ હાથ ધરાયો હતો. વડીયાના ધૂંધલીનાથ મહાદેવ મંદિર ખાતે કૃષ્ણપરા વિસ્તારના મતદારોને ચૂંટણી અને મતદાન અંગે માહિતી આપવામાં આવી હતી. ચૂંટણીમાં કેમ મતદાન કરવું તેની સમજણ પણ મામલતદારે લોકોને આપી હતી.

વરસાદને પગલે ખેડૂતોને લીલા દુકાળનો ભય

ગીર સોમનાથમાં   લાંબા સમયના વિરામ બાદ વાતાવરણમાં પલટો નોંધાયો હતો. અને ગીર સોમનાથના ઉના શહેરમાં કાળા ડીંબાગ વાદળો ઘેરાયા હતા તથા કડાકા ભડાકા સાથે વરસાદનું  આગમન થયું હતું.  તો ઉના  શહેરમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. જેને કારણે જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. ખેડૂતોએ વાવેલો મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

Published On - 7:07 pm, Sun, 4 September 22

Next Video