Jamnagar : લમ્પી વાયરસના કેસ વધતા તંત્ર સફાળુ જાગ્યુ, 200 થી વધુ પશુઓનુ કરાયું વેક્શિનેશન

|

May 29, 2022 | 8:57 AM

જામનગર (Jamnagar ) અને દ્વારકામાં ગાય સહિતના પશુઓના આરોગ્ય સામે જોખમ ખેડાયું છે, વધી રહેલા લમ્પી કેસે સમગ્ર રાજ્યની ચિંતા વધારી છે.

જામનગરમાં ગાયમાં લમ્પી વાયરસના કેસ વધતા મહા નગરપાલિકા(Jamnagar Municipal Corporation)  તંત્ર હરકતમાં આવ્યુ છે.મનપા દ્વારા 3 ટીમ બનાવી વિવિધ વિસ્તારોમાં પશુઓને વેક્સિનેશન(Vaccination)  કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મનપાએ એક જ દિવસમાં 200થી વધુ પશુઓનુ વેક્સિનેશન કર્યું છે. મહત્વનું છે કે જિલ્લામાં છેલ્લા 25 દિવસમાં 245 જેટલી ગાયમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે.

જીવલેણ સાબિત થઈ રહ્યો છે લમ્પી વાયરસ

જામનગર અને દ્વારકામાં (Dwarka) ગાય સહિતના પશુઓના આરોગ્ય સામે જોખમ ખેડાયું છે, વધી રહેલા લમ્પી કેસે સમગ્ર રાજ્યની ચિંતા વધારી છે. છેલ્લા બે સપ્તાહથી દ્વારકામાં આ જીવલેણ વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત જો તકેદારી ના લેવામાં આવે વધુ વાયરસ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેથી હાલ સમગ્ર રાજ્ય માટે કોરોના (Corona) બાદ લમ્પીનો ખતરો તોળાઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે.

આ અગાઉ 90 જેટલી ગાયના મોત થયા છતાં જામનગર મહાનગર પાલિકા અને પશુપાલન વિભાગ એકબીજા પર જવાબદારી થોપવાના પ્રયાસ કરી રહ્યુ હતુ. કોરોના વાયરસ જેવી રીતે લોકો માટે જીવલેણ સાબિત થયો. તેવી રીતે જામનગરમાં પશુમાં લમ્પી વાયરસ જીવલેણ જોવા મળ્યો છે.

Published On - 8:57 am, Sun, 29 May 22

Next Video