કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા હાર્દિકને મનાવવાના પ્રયત્નો તેજ, રાહુલ ગાંધીએ હાર્દિક સાથે વાત કરી

|

May 12, 2022 | 2:56 PM

કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પુષ્ટિ કરી છે કે પાર્ટી નેતૃત્વએ હાર્દિક પટેલ સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે બંને વચ્ચે થયેલી વાતચીતની વિગતો ફક્ત રાજ્યના પ્રભારી રઘુ શર્મા જ શેર કરી શકે છે.

વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા કૉંગ્રેસ (Congress) થી નારાજ હાર્દિક પટેલને મનાવવા રાહુલ ગાંધી (Rahul Gandhi ) એ ખુદ હાર્દિક સાથે વાત કરી હોવાના અહેવાલ છે. હાર્દિકને મનાવવા રાહુલ ગાંધી ખુદ મેદાનમાં ઉતર્યા છે. રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને કૉંગ્રેસ સાથે જોડાયેલા રહેવાનો સંદેશ મોકલ્યો છે. કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પુષ્ટિ કરી છે કે પાર્ટી નેતૃત્વએ હાર્દિક પટેલ સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે બંને વચ્ચે થયેલી વાતચીતની વિગતો ફક્ત રાજ્યના પ્રભારી રઘુ શર્મા જ શેર કરી શકે છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કહ્યું છે કે હાર્દિક પટેલ પક્ષ છોડીને જશે તો કૉંગ્રેસને નુક્સાન થશે. મહત્વનું છે કે હાર્દિક પટેલે ગત સોમવારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી ‘કૉંગ્રેસ’ શબ્દ હટાવી દીધો હતો અને પાર્ટીના પ્રતિકની તસવીર પણ દૂર કરી હતી. આ અગાઉ પણ તેમણે ભગવો ખેસ પહેર્યો હોય તેવો ફોટો વાયરલ થયો હતો. જેથી કૉંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે આગામી 10મેના દિવસે કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. રાહુલના ગુજરાત પ્રવાસને લઈ પ્રદેશ કૉંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દાહોદ આવનાર રાહુલ આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડમાં રાહુલ જાહેર સભા સંબોધશે. તેને લઈ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા સહિતના નેતાઓએ જિલ્લા કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી. મહત્વનું છે તે, પહેલા રાહુલ ગાંધી પહેલી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના હતા પરંતુ, કોઈ કારણોસર તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો અને 10મી તારીખ નક્કી કરવામાં આવી.

Published On - 11:05 am, Wed, 4 May 22

Next Video