વડોદરામાં સિંધરોટમાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીના ચારેય આરોપીને સાથે રાખી સ્ટોક બ્રોકિંગની ઓફિસમાં ATSનું ચેકિંગ

|

Dec 06, 2022 | 10:56 PM

Vadodara: સિંધરોટમાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી મામલે ATSએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ATSએ ચારેય આરોપીઓને સાથે રાખી સ્ટોક બ્રોકિંગની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી.

વડોદરામાં સિંધરોટમાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરી મામલે ATSએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 4 આરોપીઓને સાથે રાખીને સયાજીગંજના પાયલ કોમ્પલેક્ષમાં સ્ટોક બ્રોકિંગની ઓફિસમાં ATSએ તપાસ હાથ ધરી છે. ATSએ ડ્રગ્સ બનાવવા માટેનું રો-મટિરિયલ કબ્જે કરી FSLની હાજરીમાં પંચનામા સહિતની કાર્યવાહી કરી છે. આ સાથે ATSએ આરોપી શફી દિવાનના નડિયાદ સ્થિત નિવાસે પણ તપાસ હાથ ધરી હોવાની માહિતી મળી રહી છે.

ATSએ આરોપી ભરત ચાવડાની પૂછપરછમાં થયેલા ખુલાસાને આધારે ATSએ સમતા ચાર રસ્તા પાસે સુભાનપુરામાં કાર્યવાહી કરી હતી અને 8.85 કરોડથી વધુની કિંમતનું 1 કિલો 770 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. ડ્રગ્સનો જથ્થો આરોપી ભરતના પુત્ર હર્ષ તથા અન્ય સાગરીતે આપ્યો હોવાની માહિતી પણ સામે આવી હતી.

ખુલ્લા શેડમાં બનાવાતુ એમ.ડી. ડ્રગ્સ ઝડપ્યું

ગુજરાતમાં એટીએસએ વધુ એક ડ્રગ્સ બનાવતા યુનિટને ઝડપી પાડ્યુ હતુ. જેમાં સિંઘરોટ વિસ્તારમાં ATSએ દરોડા કર્યા હતા. એટીએસએ સિંઘરોટમાં નદીની સીમમાં દરોડા પાડ્યા હતા. ATSને અહીં એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની બાતમી મળી હતી. દરોડા દરમિયાન એટીએસને ડ્રગ્સ બનાવતા યુનિટને ઝડપવામાં મોટી સફળતા મળી હતી. ખુલ્લામાં શેડ માં MD ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે દરોડા કરવામાં આવ્યા હતા. જ્યારે એફએસએલ તથા અન્ય એજન્સીઓની મદદ લેવામાં આવી હતી. જેમા ATSએ શહેર અને ગ્રામ્યમાં મળીને અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Published On - 10:50 pm, Tue, 6 December 22

Next Video