ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ, કેન્દ્રીય ચૂંટણી પંચ સોમવારથી બે દિવસ ગુજરાતની મુલાકાતે

|

Sep 25, 2022 | 10:58 PM

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Elections 2022 )જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે ફરી એકવાર કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતમાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચ (Central Election Commission) 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Elections 2022 )જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે ફરી એકવાર કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતમાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચ (Central Election Commission) 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. બે સભ્યોનું કમિશન રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે. તો સાથે રાજ્યના તમામ કલેકટરો (Collector) સાથે પણ તેઓ બેઠક કરશે. મહત્વનું છે કે, ગુજરાત (Gujarat) મુલાકાત બાદ ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

રાજકીય પાર્ટીઓ સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Elections) માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ આ પહેલા બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યુ હતુ. આ દરમિયાન તેઓએ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદમાં તેમણે (Ahmedabad) બે દિવસીય ચૂંટણી લક્ષી બેઠક યોજી. કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો કલેક્ટર અને પોલીસ વડા પોતાના જિલ્લાની ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન પણ કર્યું હતુ. 2022ની ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચની આ પહેલી મોટી બેઠક હતી.

 

Next Video