બેટ દ્વારકા અને ભાવનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન, પક્ષીપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ

|

Dec 20, 2021 | 1:07 PM

બેટ દ્વારકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સિગલ નામના સુંદર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે. ભાવનગર શહેરમાં દર વર્ષે ડિસેમ્બરમાં છેક યુરોપથી 'હેરોનરી’ અને 'હેરિયર’ કુળના પંખીઓ આવીને ગોહિ‌લવાડની મહેમાનગતિ માણે છે.

શિયાળાની શરૂઆત થતાં જ દર વર્ષની જેમ આ વર્ષે પણ સિગલ નામના સુંદર વિદેશી પક્ષીઓ ગુજરાતમાં આવી પહોંચ્યા છે. બેટ દ્વારકામાં વિદેશી પક્ષીઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેને જોઈ પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિદેશી પક્ષીઓ જાણે કે, પ્રવાસીઓનું મનોરંજન કરવા આવ્યા હોય તેમ ઓખાથી બેટ જતી ફેરી બોટની સાથે જ ઊડે છે. પ્રવાસીઓ દ્વારા આપતું ચણ જેવું કે, મગફળી, કાજુ, બિસ્કિટ વગેર પ્રવાસીઓના હાથમાંથી લઈ જતાં રહે છે. આ રોમાંચને માણવા જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાલ બેટ દ્વારકા પહોંચી રહ્યા છે.

ભાવનગરમાં પણ વિદેશી પક્ષીઓનો જમાવડો જામ્યો

ભાવનગર શહેરમાં દર વર્ષે ડિસેમ્બરમાં છેક યુરોપથી ‘હેરોનરી’ અને ‘હેરિયર’ કુળના પંખીઓ આવીને ગોહિ‌લવાડની મહેમાનગતિ માણે છે. સમૂહમાં રહેતા હેરિયર કુળના પક્ષીઓ મુખ્યત્વે ત્રણ જાતિના હોય છે જેમાં પેઈલ હેરિયર, મોન્ટેગ્યુ હેરિયર અને માર્શ હેરિયરનો અને હેરોનરી કુળમાં પેન્ટેડ સ્ટ્રોકનો સમાવેશ થાય છે.

આ પંખીડાની સંખ્યા આ વર્ષે નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી રહી છે. આ વર્ષે શહેરમાં ખાસ કરીને કુંભારવાડા અને નારી રોડ, એરપોર્ટ રોડ, રવેચી ધામ સહિતના વિસ્તારોમાં જ્યાં નાના જળાશયો હોય તેની આસપાસ પક્ષીઓના ઝૂંડ જોવા મળી રહ્યાં છે. યુરોપમાં શિયાળામાં કાતિલ ઠંડી પડતી હોય હેરોનરી કૂળના આ પક્ષીઓ હિમાલયની પર્વતમાળા ઓળંગી ભારત અને છેક ભાવનગર સુધી આવી પહોંચે છે.

આ પણ વાંચો : Philippines Super Typhoon: ફિલિપાઈન્સમાં સૌથી શક્તિશાળી તોફાન ‘Rai’ના કારણે તબાહી, અત્યાર સુધીમાં 208 લોકોના મોત, સંચાર-વીજળી સેવાઓ ઠપ

 

Next Video