GANDHINAGAR : હેડ કલાર્કનું પેપર લિક થયાના આક્ષેપ, પરીક્ષાના સમય પહેલા પેપર પહોચ્યાના આરોપ

|

Dec 13, 2021 | 7:55 PM

આરોપ છે કે પરીક્ષાના સમય પહેલા એટલે કે 10 અને 36 મિનિટ પરીક્ષા પહેલા પેપર પહોંચ્યું હતું. હિંમતનગરમાં પેપર રૂપિયા 10 લાખ અને 12 લાખમાં વેચાયું હતું.

GANDHINAGAR : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ હેડ કલાર્કનું પેપર લિક થયાના આક્ષેપ થયા છે.
સાબરકાંઠાના હિંમતનગરના ખાનગી ફાર્મ હાઉસમાંથી પેપર લીક થયાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. એવા પણ આક્ષેપ કરવામાં આવ્યાં છે કે 16 વિધાર્થીઓ અને 1 નિરીક્ષક હિંમતનગરના ફાર્મ હાઉસમાં હતા. ભાવનગર, પ્રાંતિજ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં પરીક્ષા પહેલા પેપર પહોંચ્યું હતું એવા આરોપ AAP નેતા દ્વારા કરવામાં આવ્યાં છે.

આરોપ છે કે પરીક્ષાના સમય પહેલા એટલે કે 10 અને 36 મિનિટ પરીક્ષા પહેલા પેપર પહોંચ્યું હતું. હિંમતનગરમાં પેપર રૂપિયા 10 લાખ અને 12 લાખમાં વેચાયું હતું, આ સાથે સોશિયલ મીડિયામાં પેપર ફરતા થયા હતા તેનો પુરાવો આપ નેતાએ આપ્યો છે.

તો સમગ્ર બાબતે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ નિવેદન આપ્યું હતું કે, “હજૂ સૂધી અમારી પાસે કોઈ સત્તાવાર રજૂઆત કે ફરીયાદ આવી નથી.. જો ફરીયાદ આવશે તો અમે તપાસ કરાવીશું…”

આ પણ વાંચો : AHMEDABAD : સરખેજ પોલીસે સરકારી અને ખાનગી જમીન પર દબાણ કરનારા 43 લોકો સામે ગુનો નોંધ્યો

આ પણ વાંચો : KUTCH : 5 વર્ષની બાળકીને ડાયાબીટીસ સાથે મ્યુકરમાઇકોસિસ થયું, 42 દિવસની સારવાર બાદ મળ્યું નવજીવન

આ પણ વાંચો : કચ્છમાં આહીર સમાજમાં લગ્નની અનોખી પરંપરા, એક જ દિવસમાં 1080 વર-કન્યાના લગ્ન થયા

 

Next Video