Gujarat ઇલેક્શન પૂર્વે કોંગ્રેસને વધુ એક આંચકો, ઝાલોદના કોંગ્રેસ MLA ભાવેશ કટારાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

|

Nov 09, 2022 | 11:52 PM

દાહોદ જિલ્લાના ઝાલોદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશભાઈ કટારા એ આજ રોજ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ આજ રોજ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.


ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે તોડ-જોડનું રાજકારણ ગરમાયું છે. જેમાં મંગળવારે છોટા ઉદેપુરના કોંગ્રેસ નેતા મોહન રાઠવા ભાજપમાં જોડાયા છે. ત્યારે આજે કોંગ્રેસના વધુ એક નેતા અને ગીર સોમનાથની તલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડ ભાજપમાં જોડાયા છે.

આ પ્રસંગે પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ જણાવ્યું કે, કોંગ્રેસના ઘારાસભ્ય ભગાભાઇ બારડ ભાજપમાં જોડાયા છે. ભગાભાઇ બારડનું ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ વતી તેમનું હ્રદયથી સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વૈશ્વીક ઓળખ આજે બદલાઇ છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય પાર્ટી છે. પ્રદિપસિંહ વાઘેલાએ ભગાભાઇ બારડે કરેલા સામાજિક કાર્યો અંગે માહિતી આપી.

પ્રદિપસિંહ વાઘેલાએ સ્વ.જશુભાઇ બારડને યાદ કરતા જણાવ્યું કે, તેમણે ધારાસભ્ય અને સાંસદ તરીકે સૌરાષ્ટ્રમાં ખુબ સેવાકીય કાર્યો કર્યા અને આહિર સમાજની દિકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે ઘણા પ્રયત્નો કર્યા.

પ્રદિપસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાત અને હિમાચલ રાજયમાં ચૂંટણી છે ત્યારે કોંગ્રેસના યુવા નેતા કહેવાતા રાહુલ ગાંઘી ભારત જોડો અભિયાન લઇને નિકળ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના રોજ એક નવા મહેમાન ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. એક બાજુ રાહુલ ગાંઘી ભારત જોડો અભિયાન ચલાવે છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ છોડો અભિયાન ચલાવે છે. કોંગ્રેસ છોડો અભિયાનમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સફળ થયા છે. આવનાર દિવસોમાં ગુજરાતની જનતાના આશિર્વાદથી ફરી એક વાર ઐતિહાસિક જીત થશે અને વિકાસના કાર્યોને ગતી આપશે.

Published On - 11:50 pm, Wed, 9 November 22

Next Video