Ankleshwar : પિલુદ્રા નજીક ખાડીમાં 4 લોકો તણાયા, 3 ને બચાવી લેવાયા 1 લાપતા, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ

|

Jul 13, 2022 | 2:24 PM

વરસાદનું જોર ઓછું થતા લોકોએ રાહત અનુભવી છે પણ વરસાદના કારણે ઠેરઠેર સામ્રાજ્ય જમાવનાર પાણીનો નિકાલ ક્યારે થશે તે પ્રશ્ન સતાવી રહ્યો છે.

ભરૂચ(Bharuch) જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે પરંતુ હજુ વરસાદી પાણીનો નિકાલ થયો નથી. અંકલેશ્વર – હાંસોટમાં ભારે વરસાદ દરમ્યાન ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે ઘટના માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. અંકલેશ્વરના પીલુદ્રા ગામે ખાડીના ધસમસતા પ્રવાહમાંથી સ્થાનિકોએ ટ્રેકટર પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર તણાયુ હતું. ઘટના સમયે ટ્રેકટરમાં ૪ લોકો હતા જે તણાઈ ગયા હતા. સદનશીબે ત્રણ લોકો નજીકની ઝાડીઓ પકડી લેવામાં સફળ રહેતા તેમનો બચાવ થયો હતો જયારે એક લાપતા બન્યો હતો.

વરસાદનું જોર ઓછું થતા લોકોએ રાહત અનુભવી છે પણ વરસાદના કારણે ઠેરઠેર સામ્રાજ્ય જમાવનાર પાણીનો નિકાલ ક્યારે થશે તે પ્રશ્ન સતાવી રહ્યો છે. પાણી ફરી વળવાના કારણે ઘણા માર્ગ બંધ રાખવાની ફરજ પડી છે. અંકલેશ્વરના પીલુદ્રા ગામે ખાડી ઉપર ધસમસતા પાણી વહી રહ્યા હતા. આ પાણીમાંથી સ્થાયીક ૪ લોકોએ ટ્રેકટર પર સવાર થઈ પસાર થવાનો પ્રયત્ન કર્યો હતો. પાણીનો પ્રતવાહ તેજ હતો અને રસ્તા બેસી જવાના કારણે ટ્રેકટર પલ્ટી ગયું હતું અને ૪ લોકો તણાયા હતા. સદનશીબે ત્રણ લોકો નજીકની ઝાડીઓ પકડી લેવામાં સફળ રહેતા તેમનો બચાવ થયો હતો જયારે એક લાપતા બન્યો છે. અંકલેશ્વર અને પાનોલી ફાયર વિભાગની ટીમોને મદદે બોલાવતા લાપતા વ્યક્તિની શોધખોળ શરૂ કરાઈ છે. અંકલેશ્વરના ધારાસભ્ય અને માજીમંત્રી ઈશ્વર પટેલ પણ ઘટનાની માહિતી સાંપડતા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

Published On - 1:46 pm, Wed, 13 July 22

Next Video