VIDEO : નરસિંહ મહેતા સરોવર પર ખોદકામ દરમિયાન હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રગટ થઇ હોવાનો સ્થાનિકો દાવો

|

Jan 22, 2023 | 9:47 AM

અશ્વિનભાઇ દવેએ હનુમાનજી મહારાજની મૂર્તિ અંગે તેમના મિત્રોને જણાવતા તેમને ત્યાં ખોદકામ કર્યું હતુ. સ્થાનિકો મુજબ ખોદકામ દરમિયાન હનુમાનજી મહારાજની મૂર્તિ નીકળતા મોટી સંખ્યામાં લોકો દર્શને ઉમટી રહ્યા છે.

જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના કાંઠા પર ખોદકામ દરમિયાન હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રગટ થઇ હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. અશ્વિનભાઇ દવેએ હનુમાનજી મહારાજની મૂર્તિ અંગે તેમના મિત્રોને જણાવતા તેમને ત્યાં ખોદકામ કર્યું હતુ. સ્થાનિકો મુજબ ખોદકામ દરમિયાન હનુમાનજી મહારાજની મૂર્તિ નીકળતા મોટી સંખ્યામાં લોકો દર્શને ઉમટી રહ્યા છે.

છેલ્લા 90 દિવસથી હનુમાનજી મહારાજની મૂર્તિનો ભાસ

આ પહેલા જૂનાગઢના વંથલીમાં ઉત્તરાયણના દિવસે તસ્કરોએ મહાદેવના મંદિરને નિશાન બનાવ્યું હતુ. વંથલીના બંધડા ગામમાં બંધનાથ મંદિરમાં તસ્કરો તકનો લાભ લઇ ત્રાટક્યા અને 8 કિલોના ચાંદીના થાળની ચોરી કરી ફરાર થઇ ગયા.અંદાજે 3 લાખની કિંમતના ચાંદીના થાળની ચોરી કરી તસ્કરો ફરાર થયા.મંદિરમાં ચોરી થતાં ગ્રામજનો અને ભાવિ ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.હાલ પોલીસે ફરાર થયેલી ચોર ટોળકીની શોધખોળ હાથ ધરી છે.

(નોંધ- ટીવી 9 ગુજરાતી કોઈ પણ અંધશ્રધ્ધાને સમર્થન કરતુ નથી)

Published On - 9:09 am, Sun, 22 January 23

Next Video