Anand Breaking News : ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર, પત્નીને ડિપોર્ટ ના કરવા કરી અપીલ
આણંદ પોલીસે લાંભવેલ ગામમાંથી મૂળ બાંગ્લાદેશની રહેવાસી કાજોલી બેબો ઉર્ફે કાજોલ પટેલની ધરપકડ કરી હતી. કાજોલી બેબો લગભગ 10 વર્ષ પહેલાં ઘૂસણખોરી કરીને ભારતમાં પ્રવેશી હતી અને ત્યારબાદ લાંભવેલ ગામના યુવક તરુણ પટેલ સાથે લગ્ન કર્યા હતા
આણંદ જિલ્લામાં ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન આણંદ પોલીસે લાંભવેલ ગામમાંથી મૂળ બાંગ્લાદેશની રહેવાસી કાજોલી બેબો ઉર્ફે કાજોલ પટેલની ધરપકડ કરી હતી. કાજોલી બેબો લગભગ 10 વર્ષ પહેલાં ઘૂસણખોરી કરીને ભારતમાં પ્રવેશી હતી અને ત્યારબાદ લાંભવેલ ગામના યુવક તરુણ પટેલ સાથે લગ્ન કર્યા હતા.
લાંભવેલ ગામેથી આણંદની યુવતીની થઈ હતી ધરપકડ
કાજોલીની ધરપકડ બાદ તેના પતિ તરુણ પટેલે દેશના પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને પોતાની પત્નીને ડિપોર્ટ ન કરવાની વિનંતી કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે કાજોલી છેલ્લા 10 વર્ષથી તેમના પરિવાર સાથે રહે છે અને હવે તેને બાંગ્લાદેશ મોકલવામાં આવે તો સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જશે, આથી તેને બાંગ્લાદેશ મોકલવામાં ના આવેની વિનંતી કરી છે.
કાજોલી બેબોના પતિએ પ્રધાનમંત્રીને લખ્યો પત્ર
તાજેતરમાં ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ આણંદ પોલીસે અત્યાર સુધીમાં કુલ 60 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. હાલમાં તેમની ઓળખની ચકાસણી અને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
પત્નીને પાછી બાંગ્લાદેશ ના મોકલવા પતિએ કરી અપીલ
કાજોલી બેબોના કેસને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે. એક તરફ સરકાર ગેરકાયદેસર ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી કરી રહી છે, ત્યારે બીજી તરફ પતિ દ્વારા માનવતાના ધોરણે પત્નીને દેશમાં જ રહેવા દેવાની માંગ કરવામાં આવી રહી છે. હવે સંબંધિત સત્તાવાળાઓ દ્વારા આ મામલે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.