Anand : ઉમરેઠની રતનપુરા મોટી કેનાલમાં 4 બાળકો ડૂબ્યા, બે બાળકોના મોત

|

May 04, 2022 | 10:43 AM

ઉમરેઠની રતનપુરા મોટી કેનાલમાં (Ratanpura Canal) 4 બાળકો ડૂબ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.જેમાં બે બાળકોના મોત થયા છે.

ઉમરેઠની (Umreth)રતનપુરા મોટી કેનાલમાં 4 બાળકો ડૂબ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.જેમાં 2 બાળકોના(Child)  મોત થયા છે,જ્યારે 2 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.આ બાળકો કેનાલમાં નહાવા પડયા હતા.બાળકોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં આણંદ ફાયર ફાઈટરે (Fire Fighter)સ્થળ પર પહોંચી 2 બાળકોને બચાવી લીધા હતા.જો કે બે બાળકો પાણીમાં ગરકાવ થતાં તેના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.મૃતક બંને બાળકો ઉમરેઠના રતનપુરાના(Ratanpura)  ૨હેવાસી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

ચાર દિવસ પહેલા સુરતના કોઝવેમાં ત્રણ બાળકો પાણીમાં ડૂબી ગયા હતા

આ પહેલા થોડા દિવસો અગાઉ સુરતના રાંદેર કોઝવેમાં (Rander Causeway) ન્હાતી વેળાએ ત્રણ બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં બે બાળકોના શબ મળી આવ્યા હતા,જ્યારે જયારે એક બાળકીનો કોઈ પતો લાગ્યો ના હતો. બીજી તરફ બાળકોના મોતને લઈને પરિવારો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.મળતી માહિતી મુજબ સુરતના રાંદેર કોઝવે પાસે ઇકબાલ નગરમાં રહેતો ૮ વર્ષીય શાહદત અલી રહીમ અલી શાહ, તેનો ૧૨ વર્ષીય ભાઈ રમઝાન અને સબંધી ૭ વર્ષીય મોહમદ કર્મ અલી ઝાકીર અલી અલી ફકીર, તથા ૧૩ વર્ષીય સાનિયા શેખ ઘર પાસે રમતા રમતા કોઝવેના પાણીમાં ડૂબવા લાગ્યા હતા.

જેથી બહાર ઉભેલા અન્ય છોકરાઓએ બુમાબુમ કરી હતી. જેથી ત્યાં સ્થાનિકો દોડી આવ્યા હતા. બાદમાં શાહદતને પાણીમાંથી બહાર કાઢીને તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

 

Published On - 10:02 am, Wed, 4 May 22

Next Video