AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમરેલી જાફરાબાદમાં શિક્ષક સામે સગીર વિદ્યાર્થીનીના શોષણનો ગંભીર આરોપ, POCSO હેઠળ ધરપકડ

Breaking News : અમરેલી જાફરાબાદમાં શિક્ષક સામે સગીર વિદ્યાર્થીનીના શોષણનો ગંભીર આરોપ, POCSO હેઠળ ધરપકડ

| Updated on: Oct 16, 2026 | 11:15 AM
Share

અમરેલીના જાફરાબાદમાં સરકારી શિક્ષક રામશંકર શંકર પંડ્યા સામે સગીર વિદ્યાર્થિનીના જાતીય શોષણનો ગંભીર આરોપ લાગ્યો છે. છેલ્લા પાંચ મહિનાથી શોષણ અને અન્ય વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તનના આરોપો બાદ POCSO હેઠળ ગુનો નોંધાયો છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં એક સરકારી શિક્ષક રામશંકર શંકર પંડ્યા સામે સગીર વિદ્યાર્થીનીના જાતીય શોષણનો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી શિક્ષક છેલ્લા પાંચ મહિનાથી વિદ્યાર્થીનીનું શોષણ કરી રહ્યો હતો. આ ઉપરાંત, અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પણ અયોગ્ય વર્તન અને શારીરિક શોષણના આરોપો કરવામાં આવ્યા છે.

આ મામલે જાફરાબાદ પોલીસે POCSO Act હેઠળ ગુનો નોંધીને આરોપી શિક્ષક રામશંકર શંકર પંડ્યાની ધરપકડ કરી લીધી છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. અમરેલીના પોલીસ અધિક્ષકે આ ઘટનાની ગંભીર નોંધ લઈ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ ઘટનાને પગલે વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, અને બાળકોની સુરક્ષા તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સલામત વાતાવરણ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

ચૂંટણી પંચે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી અપડેટ માટે સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) ની કામગીરી શરૂ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">