અમરેલી : સાવરકુંડલાના આદસંગ ગામે આદમખોર સિંહે બાળકીનો કર્યો શિકાર, વનવિભાગે સિંહને પાંજરે પુર્યો

| Edited By: | Updated on: Nov 03, 2023 | 11:01 PM

અમરેલી: સાવરકુંડલાના આદસંગ ગામમાં આદમખોર સિંહે બાળકીને ફાડી ખાતા સમગ્ર ગામમાં દહેશત ફેલાઈ છે. ખેત મજૂર પરિવારની 8 વર્ષની બાળકીનો સિંહે શિકાર કર્યો. બાળકીને સિંહે ગળાના ભાગેથી પકડી લેતા બાળકીનું મોત થયુ છે. જો કે બાદમાં વનવિભાગના કર્મચારીઓએ સિંહના મોંમાંથી બાળકીને છોડાવી હતી પરંતુ બાળકીનો જીવ બચ્યો ન હતો.

અમરેલી: સાવરકુંડલાના આદસંગ ગામમાં સિંહે બાળકીને ફાડી ખાતા બાળકીનું મોત થયુ છે. ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવારની બાળકીને સિંહે શિકાર કર્યો હતો. સિંહે બાળકીને ગળાના ભાગેથી પકડી લઈ જઈ રહ્યો હતો. એ સમયે વનવિભાગના કર્મચારીઓ અને સ્થાનિકોએ સિંહની પાછળ દોટ મુકી બાળકીને છોડાવી હતી. જો કે, એટલીવારમાં બહુ મોડુ થઈ ચુક્યુ હતુ અને બાળકીનું પ્રાણ પંખેરુ ઊડી ગયુ હતુ. 8 વર્ષની કુંજલ ગુજરીયાના મોત બાદ આદસંગ ગામમાં શોકનું મોજુ ફેલાયુ છે.

આ પણ વાંચો: અમદાવાદ : બોપલમાં સિક્યોરિટી ગાર્ડે મહિલા સાથે ગેંગરેપ બાદ લૂંટને આપ્યો અંજામ, રાજસ્થાન ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પાંચ આરોપીની કરી ધરપકડ

વનવિભાગે મેગા ઓપરેશન હાથ ધરી સિંહને પાંજરે પુર્યો

આ ઘટનાને પગલે વનવિભાગે સિંહને પકડના માટે મેગા ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા વનવિભાગને સફળતા મળી છે અને સિંહને પકડી લેવામાં આવ્યો છે. સિંહને બેહોશ કરી પાંજરે પુરવામાં વનવિભાગના કર્મચારીઓને સફળતા મળી છે. ગણતરીના કલાકોમાં વનવિભાગે સિંહને પકડી પાંજરે પુરતા ગ્રામજનોને આંશિક રાહત થઈ છે.

Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 03, 2023 10:42 PM