Amreli: દાતરડી નજીક નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થતા EPC કોન્ટ્રાક્ટરને નોટિસ, ઉચ્ચ અધિકારીઓનો TV9 સમક્ષ કંઈપણ બોલવાનો ઈનકાર

|

Mar 02, 2023 | 11:01 PM

Amreli: દાતરડી નજીક ભ્રષ્ટાચારનો બ્રિજ ધરાશાયી થતા EPC કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે. જો કે બ્રિજ ધરાશાયી થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ સમયે TV9 ગુજરાતી સમક્ષ અધિકારીઓએ કંઈપણ બોલવા તૈયાર ન હતા.

Amreli: દાતરડી નજીક નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થતા EPC કોન્ટ્રાક્ટરને નોટિસ, ઉચ્ચ અધિકારીઓનો TV9 સમક્ષ કંઈપણ બોલવાનો ઈનકાર

Follow us on

અમરેલીના રાજુલામાં નિર્માણાધિન બ્રિજ ધરાશાયી થયો છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યુ હતુ. રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક બ્રિજ બની રહ્યો હતો. પરંતુ નબળા બાંધકામને કારણે બ્રિજ તૂટી પડ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા થતી નબળી કામગીરી અને હલકી ગુણવત્તાવાળા કામને કારણે પુલ ધરાશાયી થયો હોવાની શક્યતા છે. છેલ્લા ઘણા સમયથી ભાવનગર-વેરાવળ હાઈવેનું નિર્માણકાર્ય ચાલી રહ્યુ છે. જેના મુખ્ય કોન્ટ્રાક્ટર KCC કુન્ડુ કન્સ્ટ્રક્શન કંપની છે. જ્યારે પેટા કોન્ટ્રાક્ટર SPPL શ્રીરાજ પ્રોજેક્ટ કંપની છે.

આ સમગ્ર મામલે EPC કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે. બ્રિજના નિર્માણમાં બેદરકારી બદલ નોટિસ અપાઈ છે. એકસ્કેવેટર ઓપરેટરની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. જોકે કોન્ટ્રાક્ટરે સફાઈ આપતા જણાવ્યુ છે કે બ્રિજના કામમા કોઈ ગેરરીતિ આચરાઈ નથી, ના તો મટિરીયલમાં કોઈ બેદરકારી રખાઈ છે. બ્રિજના કામમાં કોઈ હલકી ગુણવત્તાનું મટિરીયલ વપરાયુ ન હોવાનું તેમણે જણાવ્યુ છે.

ભ્રષ્ટાચારના બ્રિજ ખડા કરી લોકોના જીવ સાથે રમવાનો પરવાનો કોણે આપ્યો?

ત્યારે સવાલ એ છે કે બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટિરીયલ વપરાયુ ન હતુ તો બ્રિજ કેમ ધરાશાયી થયો? કેટલાક રૂપિયાઓ માટે ભ્રષ્ટાચારનો બ્રિજ ખડો કરી દેનારાઓને લોકોના જીવ સાથે રમત રમવાનો પરવાનો કોણે આપ્યો? શું તેમને લોકોના જીવની કંઈ પડી નથી? જો આ બ્રિજ કાર્યરત થઈ ગયો હોત તો તેમને વિચાર પણ આવે છે કે અહીં કેટલી હદે જાનહાનિ અને ખાનાખરાબી સર્જાઈ હોત? ભ્રષ્ટાચારમાં લિપ્ત અને ગંભીર કહી શકાય તેવી નબળી કામગીરી કરનારા આ લોકો સામે પગલા લેવાશે?

બોલિવુડની અભિનેત્રી કૃતિ સેનન સાથે કથિત બોયફ્રેન્ડ કોણ? પૂલમાં થયા રોમેન્ટિક, પ્રાઈવેટ ફોટો થયા લિક
ઇન્ટરનેટ વગર પણ કરી શકો છો UPI પેમેન્ટ, જાણો સરળ ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 16-01-2025
ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?

આ પણ વાંચો:  Gujarati Video : સાવરકુંડલામાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ, જુઓ Video

ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેમા પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ પણ ઘટનાસ્થળે જઈ સમીક્ષા કરી હતી. જો કે અમારા સંવાદદાતાએ પ્રાંત અધિકારીઓ પાસેથી નિર્માણાધીન બ્રિજ તૂટવા અંગે સવાલ કર્યો પરંતુ તેમણે TV9 ગુજરાતીના કેમેરા સમક્ષ કંઈપણ બોલ્યા વિના ત્યાંથી નીકળી ગયા હતા. ચીફ ઓફિસર સહિતનાએ ઘટનાસ્થળની વિઝીટ કરી હતી પરંતુ ગંભીર બેદરકારીના કારણે મીડિયા સમક્ષ કંઈપણ બોલવા તૈયાર ન હતા.

ઈનપુટ ક્રેડિટ- જયદેવ કાઠી- અમરેલી

Published On - 10:54 pm, Thu, 2 March 23

Next Article