અમરેલી: જસાધાર ગામે શિકાર સાથે સિંહણ કૂવામાં ખાબક્તા કરાયુ દિલધડક રેસક્યુ- જુઓ Video

|

Jul 01, 2024 | 1:32 PM

અમરેલી : ગીરમાં આવેલા જસાધાર ગામમાં માલણ નદીના કાંઠે પશુનો શિકાર કરવા ગયેલી સિંહણ શિકાર સાથે કૂવામાં ખાબકી હતી. ગામલોકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગના કર્મચારીઓએ ચાલુ વરસાદે સિંહણનું મરેલા શિકાર સાથે રેસ્ક્યુ કર્યુ છે.

સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહ અને સિંહ પરિવાર ગીરની આજુબાજુના ગામોમાં આવી ચડે છે. શિકારની શોધમાં આવી ચડેલા આ રાની પશુઓ ગામમાં માલઢોરનો શિકાર કરી જતા હોય છે. ગીરના જસાધર ગામે પણ ગત રાત્રિના શિકાર કરવા આવેલી સિંહણ કૂવામાં ખાબકી હતી. માલણ નદીના કાંઠે પશુનો શિકાર કરવા જતા સિંહણ શિકાર સાથે કૂવામાં ખાબકી હતી. જેમા પશુનું મોત થયુ છે. કૂવામાંથી સિંહણનો અવાજ આવતા ગામલોકોએ તેના રેસક્યુની કામગીરી હાથ ધરી હતી.

વરસતા વરસાદમાં જીવના જોખમે વનવિભાગે કર્યુ સિંહણનું રેસક્યુ

ગામલોકોએ વનવિભાગને જાણ કરતા તાત્કાલિક ગીર પૂર્વ વનવિભાગની રેસક્યુ ટીમ દોડી આવી હતી અને ચાલુ વરસાદે સિંહણનુ રેસક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. વનવિભાગના કર્મચારીઓ ચાલુ વરસાદે જીવના જોખમે સિંહણને કૂવામાંથી બહાર કાઢી હતી અને મૃત પશુને પણ કૂવામાંથી બહાર કાઢ્યુ હતુ. રેસ્કયુ બાદ સિંહણને સારવાર અર્થે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવી હતી.

Input Credit- Jaydev Kathi- Amreli

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:32 pm, Mon, 1 July 24

Next Video