કોગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકાને પોણા ચાર વર્ષમાં મળ્યા આઠમાં નવા પ્રમુખ, જાણો સમગ્ર વિગત

|

Dec 20, 2021 | 2:24 PM

Amreli: રાજુલા નગરપાલિકાના પ્રમુખ તરીકે છત્રજીત ધાખડાની વરણી કરવામાં આવી છે. પોણા ચાર વર્ષમાં આજે શહેરને આઠમાં નવા પ્રમુખ મળ્યા છે.

Amreli: રાજુલા નગરપાલિકાના (Rajula Nagarpalika) પ્રમુખ તરીકે છત્રજીત ધાખડાની વરણી કરવામાં આવી છે. જણાવી દઈએ કે અગાઉ બળવો કરવાના કારણે કોંગ્રેસથી સસ્પેન્ડ થયેલા સભ્યોની પાલિકામાં બહુમતી છે. તો હાઈકોર્ટ દ્વારા 14 સભ્યોનું સભ્યપદ શરૂ રાખવા આદેશ કરાયો હતો. હાઈકોર્ટના આદેશ મુજબ સભ્યો ફરી સત્તા પર બેસશે.

અમરેલીની રાજુલા નગરપાલિકાને આજે નવા પ્રમુખ મળ્યા છે. પોણા ચાર વર્ષમાં આજે શહેરને આઠમાં નવા પ્રમુખ મળ્યા છે. કોંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકાના પ્રમુખની આજે ચૂંટણી યોજાઈ. જેમાં નવા પ્રમુખના નામ પર મહોર વાગી છે. ચૂંટણીને ધ્યાને રાખી પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. મહત્વનું છે કે કોંગ્રેસની અંદરોઅંદરની ખેંસતાણને કારણે સતત પ્રમુખ બદલાઇ રહ્યાં છે. છેલ્લા પોણા 4 વર્ષના સાશનમાં 7 પ્રમુખ બદલાયા છે.

તો આજે રાજુલા નગરપાલિકા પ્રમુખ તરીકે ચૂંટણી યોજાઇ હતી. ત્યારે પ્રમુખ તરીકે કાઠી ક્ષત્રીય સમાજ અગ્રણી છત્રજીત ધાખડાની વરણી કરવામાં આવી છે. અત્યાર સુધી પોણા ચાર વર્ષમાં સતત 7 વખત પ્રમુખ બદલાયા છે. તો આ બાદ આજે આઠમાં પ્રમુખની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસ શાસિત નગરપાલિકાનું ભંગાણ સર્જાયુ હતું. તો ચૂંટણી દરમ્યાન 15 જેટલા સદસ્યોએ છત્રજીત ધાખડાની બહુમતી દર્શાવી હતી. અગાઉ કોંગ્રેસ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયેલા સદસ્યોને હાઇકોર્ટે સદસ્ય પદ શરૂ રાખવા હુકમ કર્યો તે ફરી સત્તા સ્થાને આવ્યા છે.

 

આ પણ વાંચો: રાજકોટમાં નાના બાળકોને ચપેટમાં લેતો કોરોના, ધોરણ 2માં અભ્યાસ કરતો વધુ એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત

આ પણ વાંચો: Surat : વિદ્યાર્થીઓના કોરોના સંક્રમણ માટે ફક્ત શાળાઓ જ જવાબદાર, ટ્યુશન ક્લાસીસ નહીં ?

Next Video