રાજકોટમાં નાના બાળકોને ચપેટમાં લેતો કોરોના, ધોરણ 2માં અભ્યાસ કરતો વધુ એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત
Rajkot: શહેરની સરસ્વતી શિશુ શાળામાં ધોરણ 2નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છ. નાનો બાળક કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાઈ ગયો છે.
Rajkot: સંભવિત ત્રીજી લહેર અને કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની આફત વચ્ચે રાજકોટ મહાનગર પાલિકા માટે ચિંતાજનક સમાચાર મળી રહ્યાં છે. રાજકોટ શહેરમાં વધુ એક બાળક કોરોનાની (Corona in Child) ચપેટમાં આવ્યો છે. સરસ્વતી શિશું મંદિરમાં ધોરણ 2માં અભ્યાસ કરતો વધુ એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. ઓમિક્રોનની (Omicron) આફત વચ્ચે નાના બાળકો કોરોના સંક્રમિત થતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે.
ત્યારે રાજકોટમાં શાળામાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતા ફફડાટ પ્રસર્યો છે. ત્યારે બાળકોમાં સંક્રમણ વધતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે નિર્ણય લીધો છે. દરેક શાળામાં કોવિડ કેર કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટીમાં શાળાના સંચાલક, આચાર્ય, વાલી અને ડોકટર સામેલ થશે.
શાળાના રમત ગમત વિભાગના વડા અને વર્ગશિક્ષક પણ આ કમિટીમાં સામેલ કરવામાં આવશે. આ કમિટી એ વાતનું ધ્યાન રાખશે કે, શાળાના વિદ્યાર્થીઓ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે સાથે કોરોના ફેલાય નહીં તે માટેની તકેદારી પણ રાખે.
આ પણ વાંચો: Surat : વિદ્યાર્થીઓના કોરોના સંક્રમણ માટે ફક્ત શાળાઓ જ જવાબદાર, ટ્યુશન ક્લાસીસ નહીં ?
આ પણ વાંચો: સરપંચની ચૂંટણી લડી રહેલી બહુચર્ચિત મોડેલ એશ્રા પટેલ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ