Amreli: નકલી CBI ઓફિસર બનીને રોફ જમાવતો શખ્સ ઝડપાયો

|

Sep 25, 2022 | 9:57 AM

આ શખ્સ નોકરી અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. અમદાવાદ CBIમાં વાયરલેસ ઓપરેટરની નોકરી અપાવવાના બહાને રાજુલાના એક વ્યક્તિ પાસેથી 7 હજાર પડાવતા આ શખ્સની પોલ ખુલી છે. હાલ તો રાજુલા પોલીસે રીશુકુમાર પ્રસાદ નામના CBIના નકલી ઓફિસર બનીને ફરતા આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલીના  (Amreli) રાજુલા શહેરમાંથી CBIના નકલી ઓફિસર  (fake officer) બનીને ફરતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે (Police) વિગતો જણાવી હતી કે બિહારનો રહેવાસી રીશુકુમાર પ્રસાદ અમરેલીમાં નકલી CBI ઓફિસર બનીને રોફ જમાવતો હતો. પોલીસે જણાવ્યું હતું કે CBI તરીકેની ઓળખ આપવા વોકી ટોકી અને પોલીસ જેવી નેમ પ્લેટ બનાવી ફરતો હતો

નોકરી આપવાના બહાને કરતો હતો છેતરપિંડી

આ શખ્સ નોકરી અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. અમદાવાદ CBIમાં વાયરલેસ ઓપરેટરની નોકરી અપાવવાના બહાને રાજુલાના એક વ્યક્તિ પાસેથી 7 હજાર પડાવતા આ શખ્સની પોલ ખુલી છે. હાલ તો રાજુલા પોલીસે રીશુકુમાર પ્રસાદ નામના CBIના નકલી ઓફિસર બનીને ફરતા આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાઠીમાં  ફોરેસ્ટરની ખોટી ઓળખ આપીને રોફ મારનારો ઝડપાયો

લાઠી તાલુકાના જાનબાઇની દેરડી ગામ નજીક પોતે ફોરેસ્ટર હોવાની ખોટી ઓળખ આપી કબુતર લઇને નીકળેલા યુવકનુ મોટર સાયકલ અને મોબાઇલ લુંટી લેનાર વલ્લભીપુરના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના બે દિવસ પહેલા લાઠી તાલુકાના જાનબાઇ દેરડી ગામ નજીક બની હતી.

Next Video