AHMEDABAD : કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારા વચ્ચે કાઈટ ફેસ્ટિવલ અને ફ્લાવર-શોનું આયોજન

|

Dec 26, 2021 | 5:40 PM

સામાન્ય દિવસોમાં પણ ફ્લાવર ગાર્ડનમાં શનિવાર અને રવિવારે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે ફ્લાવર શો દરમિયાન ફ્લાવર ગાર્ડનના ગેટ બંધ કરવા પડે તે પ્રકારની સ્થિતિ ભૂતકાળમાં દરેક વર્ષે જોવા મળી છે.

AHEMDABAD : દિવસે દિવસે ઓમિક્રોન અને કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે સરકાર દ્વારા કાઈટ ફેસ્ટિવલ તેમજ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં શરૂઆતમાં થનારા આ આ કાર્યક્રમોની તૈયારીઓ પણ શરુ થઇ ગઇ છે. સામાન્ય દિવસોમાં પણ ફ્લાવર ગાર્ડનમાં શનિવાર અને રવિવારે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે ફ્લાવર શો દરમિયાન ફ્લાવર ગાર્ડનના ગેટ બંધ કરવા પડે તે પ્રકારની સ્થિતિ ભૂતકાળમાં દરેક વર્ષે જોવા મળી છે.

કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને કોરોનાની આ મહામારીમાં કેસો વધી રહ્યા છે ત્યારે કાઈટ ફેસ્ટિવલ તેમજ ફ્લાવર શો જેવા ઉત્સવ પર સરકાર દ્નારા રોક લગાવવા માગ કરી છે.આ તરફ અમદાવાદના મેયર કિરિટ પરમારને જ્યારે સવાલ કરાયો કે કેરોનાકાળમાં ફ્લાવર શૉ રદ થશે કે નહીં ત્યારે તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા જે નિર્દેશ અપાશે તે મુજબ નિર્ણય લેવાશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં એક બાજુ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી બાજું જાહેર સ્થળો પર લોકોની ભીડ અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જેવા કોવિડ નિયમોનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે, જેને કારણે ગઈકાલે 25 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ થયો છે. ગઈકાલે 25 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ થયો છે. 25 ડિસેમ્બરે રાજ્યમાં નવા 179 કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 61 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : AHMEDABAD : જાહેર સ્થળો પર લોકોની ભારે ભીડ, કોવિડ નિયમોનો ખુલ્લેઆમ ભંગ

Next Video