રાજ્યમાં શાળાઓ નહીં થાય બંધ: શિક્ષણ વિભાગે કોરોનાને લઈને જાહેર કરી ગાઈડલાઈન, જાણો સંપૂર્ણ વિગત

|

Dec 20, 2021 | 8:07 AM

રાજ્યમાં શાળાઓ બંધ નહીં કરવાના નિર્ણય સાથે, શાળાઓને લઈને શિક્ષણ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે. જે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ માટે લાગુ રહેશે.

Corona in Gujarat: એક તરફ રાજ્યમાં ઓમિક્રોનનું સંકટ સતત વધી રહ્યું છે. અને રાજ્યની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ (Corona in students) કોરોના સંક્રમિત થયા છે. ત્યારે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં શાળાઓ બંધ નહીં થાય. આ માટે શિક્ષણ વિભાગે એક ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ માટે જાહેર કરી છે. જે મુજબ શાળાના તમામ સ્ટાફે વેકસીનના બંને ડોઝ લીધા છે કે નહીં તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી.

તો વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણ જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા કહ્યું છે. ઉપરાંત આવા વિદ્યાર્થીઓની માહિતી ડીઈઓને આપવા તાકિદ કરી છે. જો લક્ષણ જણાય તો બાળકોને શાળાએ ન મોકલવા વાલીઓને તાકીદ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે દરેક શાળાઓને ઓફલાઇન શિક્ષણની સાથે ફરજિયાત ઓનલાઈન શિક્ષણ શરૂ રાખવા જણાવ્યું છે.

 

આ પણ વાંચો: Gram Panchayat Election : પાંચ બેઠકો પર આજે પુનઃ મતદાન, 11 બેઠકોની ચૂંટણી રદ, જાણો શું છે કારણ

આ પણ વાંચો: માઉન્ટ આબુમાં રોમાંચિત મોસમ: 0 ડીગ્રી તાપમાનથી મેદાની વિસ્તારો સહિતના સ્થળોએ બરફના થર જામ્યા, જુઓ નજારો

Next Video