Gram Panchayat Election : પાંચ બેઠકો પર આજે પુનઃ મતદાન, 11 બેઠકોની ચૂંટણી રદ, જાણો શું છે કારણ

Gram Panchayat Election : રાજ્યમાં આજે પાંચ બેઠકો પર પુનઃ મતદાન યોજાવાનું છે. તો 11 બેઠકોની ચૂંટણી રદ કરવામાં આવી છે. ચાલો જાણીએ કારણ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 7:57 AM

Gram Panchayat Election: આજે ગ્રામ પંચાયતની પાંચ બેઠક પર ફેર મતદાન યોજાશે. પ્રતિક છાપકામમાં ક્ષતિને કારણે રદ કરાયેલી મતદાન વાળી પાંચ બેઠક પર મતદાન યોજાશે. જેમાં મોરવા હડફની વિરણીયા, દેલોચમાં ફેર મતદાન થશે. તો હડાળા, સરંભડા અને રીણાવાડા બેઠક પર ફરી મતદાન થશે.

મહત્વનું છે કે રવિવારે રાજ્યની 8 હજાર 686 ગ્રામ પંચાયતની બેઠક માટે મતદાન યોજાયું હતું. જેમાં અંદાજે 74.70 ટકા મતદાન નોંધાયું હતું. છૂટાછવાયા બનાવોને બાદ કરતા શાંતિપૂર્ણ મહાલોમાં મતદાન થયું હતું. તો બીજી તરફ ગ્રામ પંચાયતની 11 બેઠકોની ચૂંટણી રદ કરવામાં આવી છે. 11 બેઠક પર ઉમેદવારોનું અવસાન થતાં ચૂંટણી રદ કરાઇ છે. 11 બેઠક પર આગામી સમયે ચૂંટણીની તારીખ જાહેરાત કરાશે.

જણાવી દઈએ કે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું હતું.

 

આ પણ વાંચો: માઉન્ટ આબુમાં રોમાંચિત મોસમ: 0 ડીગ્રી તાપમાનથી મેદાની વિસ્તારો સહિતના સ્થળોએ બરફના થર જામ્યા, જુઓ નજારો

આ પણ વાંચો: દેશમાં ઓમિક્રોનના 151 કેસ, AIIMSના ડિરેક્ટરે કહ્યું- પૂરી તૈયારી કરવી જોઈએ, બ્રિટન જેવી ખરાબ સ્થિતિ ન થવી જોઈએ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">