Ahmedabad: રખડતા ઢોર અંગે હાઇકોર્ટની ટકોર બાદ AMCની કાર્યવાહી, 3 દિવસમાં AMCના CNCD વિભાગે 297 ઢોર પકડ્યાં

|

Aug 29, 2022 | 11:33 AM

હાઈકોર્ટની (High Court) આકરી ઝાટકણી બાદ અમદાવાદમાં (Ahmedabad) રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા કોર્પોરેશન આકરા પાણીએ છે. શહેરના વિવિધ રસ્તા પર તંત્રએ રાઉન્ડ ધ ક્લોક ટીમો દોડાવીને રખડતા ઢોર પકડયા છે.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. રખડતા ઢોર અંગે હાઇકોર્ટની (High Court) ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શનમાં આવ્યું છે. AMC દ્વારા રસ્તા પર રખડતા ઢોર અને ઢોર છૂટા મુકનાર પશુમાલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી ઢોર પકડવામાં આવી રહ્યા છે. સાથે જ રખડતા પશુ પકડવાની કામગીરીમાં અવરોધ ઉભો કરનારની પોલીસ ધરપકડ કરી રહી છે.

ત્રીજા દિવસે 100થી વધુ ઢોર પકડાયા

હાઈકોર્ટની આકરી ઝાટકણી બાદ અમદાવાદમાં રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા કોર્પોરેશન આકરા પાણીએ છે. શહેરના વિવિધ રસ્તા પર તંત્રએ રાઉન્ડ ધ ક્લોક ટીમો દોડાવીને રખડતા ઢોર પકડયા છે. કોર્પોરેશને સાત ટીમો બનાવી સતત ત્રીજા દિવસે 100થી વધુ ઢોર પકડીને ઢોરવાડામાં પૂર્યા છે. જયારે ખુલ્લામાં પશુઓને મુકવા બદલ 72 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમની પણ મદદ લેવાઈ છે..રાજય સરકારની સૂચના મુજબ પકડેલા પશુઓને 3 માસ સુધી છોડવામાં આવશે નહીં. છેલ્લા 3 દિવસમાં શહેરમાંથી 540થી વધુ ઢોર પકડાયા છે..જો કે રખડતા પશુ પકડવાની કામગીરીમાં અવરોધ ઉભો કરનારની પોલીસે ધરપકડ કરી છે.

રખડતા ઢોરની અડફેટે વધુ એક અકસ્માત

આ તરફ રસ્તા પર ઢોર આવી જતા વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઝાયડસ બ્રિજ પાસે રસ્તા પર અચાનક ભેંસ આવી જતા ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા છે. તો બીજી તરફ અકસ્માત બાદ લોકોમાં રોષ ફેલાયો છે અને આ રખડતી રંજાડથી ક્યારે રાહત મળશે તેવા સવાલ કરી રહ્યાં છે.

Next Video