અમદાવાદના ખાડા પુરવા મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની તારીખ પે તારીખ, જાણો હવે કઇ નવી તારીખ આપી

|

Oct 07, 2022 | 9:46 AM

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના (Standing Committee) ચેરમેને રસ્તાના સમારકામ માટે નવી તારીખની જાહેરાત કરી છે. તેમના દ્વારા શહેરના તમામ રસ્તાઓ પર પડેલા ખાડાને (pits) પૂરી દેવામાં આવશે તેવો ફરી દાવો કરવામાં આવ્યો છે.

અમદાવાદ (Ahmedabad) શહેરના રસ્તાઓ પર પડેલા ખાડા મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee) જાણે તારીખ પર તારીખ આપતી હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણકે ફરી એકવાર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રસ્તાના સમારકામ માટે નવી તારીખની જાહેરાત કરી છે. 30 ઓક્ટોબર સુધીમાં શહેરના તમામ રસ્તાઓ પર પડેલા ખાડાને (pits) પૂરી દેવામાં આવશે તેવો ફરી દાવો કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કર્યો છે કે શહેરના 175 રોડ બનાવી દેવામાં આવશે અને મહિનાના અંત સુધીમાં રસ્તા પર પડેલા ખાડામાંથી શહેરીજનોને મુક્તિ આપશે.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) દ્વારા રાજ્યમાં રસ્તાઓના રિસરફેસીંગ કામો માટે 508.64 કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપવામાં આવી છે. નાગરિકો સુવિધાયુકત સલામત અને સુરક્ષિત મુસાફરી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગને (Roads and Buildings Department) આ નાણાંની ફાળવણી કરવામાં આવશે. બીજી તરફ 2763 કિ.મી લંબાઇના માર્ગો માટે રૂ. 1762 કરોડના કામો ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ છે જે ટૂંક સમયમાં શરૂ થવાના છે.

ધીમી ગતિના કામો પણ વેગ પકડશે

સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે. તે અંતર્ગત રાજ્યમાં આ વર્ષે વરસાદને કારણે અસર થયેલા 98 રસ્તાઓના કુલ 756 કિ.મી. લંબાઇમાં રિસરફેસીંગ કામ કરવામાં આવશે. આ કામ તાત્કાલિક ધોરણે શરુ કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. તેની સાથે જ અલગ અલગ જિલ્લાઓમાં અત્યારે કુલ 5790 કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ. 5986 કરોડના કામો પણ આગળ ધપાવવામાં આવશે. રસ્તાઓના આ તમામ કામો માટે 508.64 કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે.

Next Video