અમદાવાદીઓને હવે ખરાબ રસ્તામાંથી મળશે રાહત, વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવા તંત્રની તૈયારી

|

Aug 30, 2022 | 8:10 AM

અમદાવાદમાં (Ahmedabad) પાઇલોટ પ્રોજેકટ તરીકે કામગીરી શરૂ કરવામાં આવશે, જેના માટે AMC દ્વારા અલ્ટ્રાટેક કંપની સાથે કરાર કર્યો છે.

Ahmedabad : અમદાવાદીઓને હવે ખરાબ રસ્તામાંથી મળશે.ભારે વરસાદને (Heavy rain) પગલે ડામરના રોડ તૂટી જવાની ફરિયાદો હવે નહીં રહે.રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ રોડ-રસ્તાની પરિસ્થિતિને જોતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal corp) નવી વ્યવસ્થા લઈ આવ્યું છે. અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડ (White Topping road) બનાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. બેંગાલુરૂથી પ્રેરણા લઈ અમદાવાદમાં પણ આ પ્રકારના રોડ બનાવવાની તૈયારી થઈ રહી છે.અમદાવાદમાં પાઇલોટ પ્રોજેકટ (Pilot project) તરીકે કામગીરી શરૂ કરાશે.જેના માટે AMC દ્વારા અલ્ટ્રાટેક કંપની સાથે કરાર કર્યો છે.

AMC એ અલ્ટ્રાટેક કંપની સાથે કરાર કર્યો

20 કરોડના ખર્ચે અમદાવાદમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે.જેની શરૂઆત ઉત્તર ઝોનથી થશે. ત્રિકમલાલ ચાર રસ્તાથી હીરાવાડી અને ગુરુકુળથી મહારાજ અગ્રેસન શાળા સુધી આ પ્રકારના રોડ બનશે.વ્હાઈટ ટોપીંગ રોડના (Roads) આયુષ્યની વાત કરીએ તો 20 વર્ષ સુધી આ રોડને કંઈ ન થતું હોવાનું AMCનું કહેવું છે.ત્યારે હાલ શહેરમાં રસ્તાઓ પર પડેલા ઠેર-ઠેર ખાડાને કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેને કોર્પોરેશન મોટી રાહત આપશે.

Next Video