Ambaji: મેઇન્ટેનન્સના કાર્ય માટે 4 દિવસ સુધી રોપ વે રહેશે બંધ

|

Jul 20, 2022 | 11:07 PM

યાત્રાધામ અંબાજીના (Ambaji) ગબ્બર ખાતે રોપ-વેનું મેન્ટેનન્સ કાર્ય હાથ ધરાતા તારીખ 25 જૂલાઈથી 28 જૂલાઈ એમ 4 દિવસ સુધી રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 29 જુલાઈ 2022 થી રોપ વે પુનઃ રાબેતા મુજબ શરુ કરવામાં આવશે.

સાબરકાંઠા જિલ્લામાં આવેલા યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે ભકતજનો મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે, ત્યારે શ્રદ્ધાળુઓ ગબ્બર પર્વત ઉપર માઅંબાની અખંડ જ્યોતના દર્શન કરવા જતો હોય છે અને ગબ્બર પર્વત ઉપર જવા માટે ઉડનખટોલાની (Rope way) વ્યવસ્થા કરવામાં આવી છે. વૃદ્ધ તથા  દિવ્યાંગજનો  માટે  રોપ વે આશીર્વાદ સમાન છે. ઉપરાંત જે લોકો નાના બાળકો સાથે આવે છે તેમના માટે પણ આ સુવિધા ઘણી ઉપયોગી થઈ પડે છે.  શ્રદ્ધાળુઓ ગબ્બર પર્વત પર મા અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા માટે મોટા ભાગે ઉડનખટોલાનો ઉપયોગ કરતા હોય છે.

ભાદરવી પૂનમના મેળાને લઇને થશે મેઇન્ટેનન્સ

અંબાજી ખાતે રોપ વેની સેવાનો હજારો લોકો ઉપયોગ કરતા હોય છે ત્યારે આગામી ભાદરવા પૂનમના મેળાને લઇને રોપ વેનું મેઇન્ટેનન્સ કરવામાં આવશે. નોંધનીય છેકે ભાદરવી પૂનમનો મોટો મેળો અંબાજી ખાતે આયોજિત થતો હોય છે અને તેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આથી શ્રદ્ધાળુઓની સલામતી અને ઉડનખટોલાને મેઇન્ટેઇન કરવા માટે 4 દિવસ ગબ્બર પર્વત પર રોપ-વે બંધ રહશે. આથી અંબાજી મંદિર દ્વારા સૂચના આપવામાં આવી છે કે અંબાજી આવતા દર્શનાર્થીઓ ગબ્બર પર્વત પર રોપ વે ઉડનખટોલા તારીખ 25-07- 22 થી 28-07-22 સુધી 4 દિવસ રોપ-વેના મેન્ટેનેન્સ કામ માટે બંધ રહેશે. 29-07-22 થી ગબ્બર પર્વત પર રોપ-વે રાબેતા મુજબ ચાલુ રહેશે.

અંબાજી માતાજીનું હ્દય ઘણાય છે અને આ મંદિર તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા માટે ભકતજનો દેશ વિદેશથી આવતા હોય છે  ત્યારે ડુંગર ઉપર  ગબ્બર ગોખના દર્શન કરવા હજારોની સંખ્યામાં માઇભક્તો દર્શન કરે છે. ગબ્બર ઉપર દર્શન કરવા માટે એક હજાર પગથિયા ચઢવા પડે છે,  અને વૃદ્ધ તથા  દિવ્યાંગજનો  માટે  રોપ વે આશીર્વાદ સમાન છે. ઉપરાંત જે લોકો નાના બાળકો સાથે આવે છે તેમના માટે પણ આ સુવિધા ઘણી ઉપયોગી થઈ પડે છે.  ઘણા ભક્તજનો  પગથિયા ચઢીને જાય છે અને  પગથિયા ના ચઢવા હોય તો રોપ-વે ઉડનખટોલાની સુવિધા પણ ઉપલબ્ધ છે. શ્રદ્ધાળુઓ ગબ્બર પર્વત પર મા અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા માટે મોટા ભાગે ઉડનખટોલાનો ઉપયોગ કરતા હોય છે.

Published On - 11:03 pm, Wed, 20 July 22

Next Video