Gujarati VIDEO : અંબાજી મંદિરમાં પ્રસાદ વિવાદ વધુ વકર્યો, મોહનથાળને લઈને હાઇકોર્ટમાં દાખલ થઈ શકે છે PIL

|

Mar 09, 2023 | 12:21 PM

આવતા મંગળવારે હાઇકોર્ટમાં પ્રસાદ મામલે PIL દાખલ થઈ શકે છે. તો બીજી બાજુ શનિવારે હિન્દુ સંગઠન અંબાજી મંદિર ખાતે ધરણા કરશે. 7 દિવસના પ્રસાદના વિવાદ બાદ પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

Banasknatha : બનાસકાંઠામાં અંબાજી મંદિરમાં મોહન થાળ પ્રસાદ બંધ થવાનો વિવાદ હવે વકર્યો છે. માહિતી મુજબ આવતા મંગળવારે હાઇકોર્ટમાં પ્રસાદ મામલે PIL દાખલ થઈ શકે છે. મહત્વનું છે કે હોળી ધુળેટી રજા હોવાથી આવતા અઠવાડિયામાં અરજી દાખલ કરવામાં આવશે. તો બીજી બાજુ શનિવારે હિન્દુ સંગઠન અંબાજી મંદિર ખાતે ધરણા કરશે. 7 દિવસ ના પ્રસાદના વિવાદ બાદ પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

પ્રસાદ વિવાદનો હજુ સુધી કોઈ ઉકેલ નહીં

તો અંબાજી મંદિરમાં સર્જાયેલા પ્રસાદ વિવાદ વચ્ચે પ્રથમવાર જિલ્લા કલેક્ટર મીડિયા સમક્ષ આવ્યા હતા. જો કે કલેક્ટર આનંદ પટેલે પ્રસાદ વિવાદ મુદ્દે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું. કલેક્ટર આનંદ પટેલે માઇભક્તોને પ્રસાદના વિષયમાં બેફીકર રહેવાની હૈયાધારણા આપી હતી.

કલેક્ટરે મા અંબાની સાક્ષીએ દાવો કર્યો હતો કે મંદિરમાં આવતો એક એક રૂપિયો પ્રજાના હિતમાં વપરાય છે અને દાનમાં મળેલી રકમમાંથી કોઇને પણ કમાણી કરવામાં રસ નથી. પ્રસાદ વિવાદ વિશે પૂછાયેલા સવાલમાં કલેક્ટરે કહ્યું કે, રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે અને વહેલી તકે આ વિવાદ ઉકેલાય તેમાં અધિકારીઓને રસ છે.હાલ પ્રસાદ વિવાદ ઉભોને ઉભો છે,ત્યારે ભક્તોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે મોહનથાળ અને ચિક્કી બંને પ્રસાદ રૂપે યથાવત રહી શકે છે.

Published On - 12:03 pm, Thu, 9 March 23

Next Video