Ambaji  ચૈત્રી પૂનમના મેળાને લઇને ભક્તોનું ઘોડાપૂર, જય અંબેના નાદથી ગુંજયું મંદિર પરિસર

Ambaji ચૈત્રી પૂનમના મેળાને લઇને ભક્તોનું ઘોડાપૂર, જય અંબેના નાદથી ગુંજયું મંદિર પરિસર

| Edited By: | Updated on: Apr 15, 2022 | 8:08 PM

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ભક્તો પગપાળા અંબાજી(Ambaji) પહોંચી રહ્યા છે. ચૈત્રી પૂનમના મેળાને લઈ ભક્તામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ભાદરવી પૂનમે ન જઈ શકનાર પદયાત્રીઓ ચૈત્રી પૂનમે અંબાજી જઈ રહ્યા છે.

ગુજરાતમાં(Gujarat)  બે વર્ષ પછી બનાસકાંઠાના અંબાજીમાં(Ambaji)  ચૈત્રી પૂનમનો(Chaitri Poonam)  મેળો યોજાશે. શનિવારે  ચૈત્રી પૂનમ હોવાથી અનેક સંઘો અંબાજી પહોંચી રહ્યા છે  જેને લઈને અંબાજીના માર્ગો “જય અંબે”ના જયઘોષથી ગુંજી ઉઠયા છે. તેમજ રથ અને ધજાઓ લઇ પદયાત્રીઓ “જય અંબે”ના નારા લગાવી રહ્યા છે. તેમજ માર્ગો પર પદયાત્રીઓની માનવ સાંકળ રચાઈ હતી.કાળઝાળ ગરમી વચ્ચે ભક્તો પગપાળા અંબાજી પહોંચી રહ્યા છે. ચૈત્રી પૂનમના મેળાને લઈ ભક્તામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ભાદરવી પૂનમે ન જઈ શકનાર પદયાત્રીઓ ચૈત્રી પૂનમે અંબાજી જઈ રહ્યા છે.

અંબાજીમાં  ભાદરવી પુનમના  મેળા બાદ ચૈત્રી પુનમનો પણ તેટલું જ મહત્વ છે.  ચૈત્રીપુનમને  લઇ  લાખો  પદયાત્રીઓ અંબાજીમાં ઉમટી પડ્યાં છે. અંબાજીનાં માર્ગો પણ જય અંબેનાં નાદથી ગુંજી ઉઠ્યા હતા. અને ખાસ કરી ને જ્યા ભાદરવી પુનમે જે રીતે ધજાઓનો પ્રમાણ વધુ જોવા મળતુ હોય છે તેમ આ પુનમે શ્રદ્ધાળુંઓ પોતાની બાંધા માનતા પુરી કરવાં હાથ માં ધજા ને માથે માંડવી ને ગરબી લઇ માં અંબા ના દરબાર માં પહોચતા નજરે પડ્યા હતા

આ પણ વાંચો :  Navsari : સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓવર બ્રિજનું લોકાર્પણ અને ટાઇડલ ડેમનું ખાતમૂહર્ત કર્યું

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022 : હાર્દિક પટેલ હાંસિયામાં ધકેલાયો, કોંગ્રેસને ખબર નથી કે યુવા નેતાઓનું શું કરવું ?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 15, 2022 08:05 PM