Gujarati Video : જામનગરના કાલાવડમાં પોલીસ દ્વારા ખેડૂતનું માનસિક અને શારીરિક ટોર્ચરિંગ કરવાનો આક્ષેપ, જિલ્લા પોલીસ વડાને ફરિયાદ

|

Jun 08, 2023 | 2:43 PM

જામનગરના કાલાવડમાં ખાખી પર બર્બરતાનો આરોપ લાગ્યો છે. અને ખાખીની બર્બરતાનો શિકાર બન્યો છે. જામનગરના કાલાવડના ખેડૂતે પોલીસકર્મીઓ પર બર્બરતા આચરવાનો આરોપ લગાવ્યો છે.

Jamnagar : જામનગરના કાલાવડમાં ખાખી પર બર્બરતાનો આરોપ લાગ્યો છે. અને ખાખીની બર્બરતાનો શિકાર બન્યો છે. જામનગરના કાલાવડના ખેડૂતે પોલીસકર્મીઓ પર બર્બરતા આચરવાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતનો આરોપ છે કે જેટકોએ પોલીસને રૂપિયા આપીને તેના પર હિચકારો હુમલો કરાવ્યો છે. એટલું જ નહીં ખેડૂતને માનસિક અને શારીરિક ટોર્ચર કર્યાનો પણ આરોપ લાગ્યો છે.

આ પણ વાંચો : Jamnagar: પોલીસ બનીને તોડ કરતો યુવક ઝડપાયો, SOG પોલીસના નામે ફોન કરી રૂપિયાની કરતો હતો ઉઘરાણી

પોલીસની બર્બરતા એટલી ભયાનક હતી કે ખેડૂતને મોઢા અને પગમાં ફ્રેક્ચર થયું છે. ગંભીર ઇજાગ્રસ્ત ખેડૂત હાલ જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્વપૂર્ણ છે કે જેટકો દ્વારા ખેતરમાં થાંભલા નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીનો વિરોધ કરવાના બદલામાં ખેડૂતને સજા મળી છે. ખેડૂતે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી છે. જેમાં 8 પોલીસકર્મીઓએ માર માર્યાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતના આરોપ બાદ જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે.

જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video