હોસ્પિટલોને તાળા : આજથી બે દિવસ સુધી અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલ ઈમરજન્સી સેવા સિવાય બંધ રહેશે

|

May 14, 2022 | 9:13 AM

Ahmedabad : 2021ના ઓક્ટોબર મહિનાથી 'C' ફોર્મ રિન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજિયાત કરી દેવાતાં મુશ્કેલી સર્જાઈ રહી છે.

આજથી બે દિવસ અમદાવાદની(Ahmedabad)  તમામ ખાનગી હોસ્પિટલ ઈમરજન્સી સેવા સિવાય બંધ રહેશે.અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન(Nursing homes Association) ફોર્મ ‘C’ મુદ્દે હડતાળ પર ઉતરશે. 400થી વધુ હોસ્પિટલ અને નર્સિંગ હોમના રજિસ્ટ્રેશન ફોર્મ રિન્યુ કરવામાં પડી રહેલી મુશ્કેલીના પગલે હડતાળનું એલાન કર્યું છે.જેને લઈને નિયમિત પ્રવેશ, ઓપીડી સેવાઓ અને પ્લાન કરેલી સર્જરી પણ બંધ રહેશે. વર્ષ 1949થી 2021 સુધી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સે (Nursing Homes) રજિસ્ટ્રેશન માટેના તમામ જરૂરી દસ્તાવેજો આપેલા છે અને તેમનું ‘C’ ફોર્મ સમયાંતરે રિન્યુ કરી આપવામાં આવેલું છે.

આ કારણે હોસ્પિટલમાં સર્જાઈ મુશ્કેલી

જો કે, 2021ના ઓક્ટોબર મહિનાથી ‘C’ ફોર્મ રિન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજિયાત કરી દેવાતાં મુશ્કેલી સર્જાઈ રહી છે. આહનાની માગણી છે કે, અટકાયેલા રજિસ્ટ્રેશનને તાત્કાલિક C ફોર્મનું રજિસ્ટ્રેશન(Registration)  કરી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકા, યોગ્યતા સહિતના સ્ટાફની વિગતો ચકાસી નોંધણી પ્રમાણપત્ર (Registration) જાહેર કરતું હતું. જેને ફોર્મ સી તરીકે ઓળખવામાં આવે છે.

બીયું પરમિશનનો મામલો ફરી ઉછળ્યો

તમને જણાવી દઈએ કે, અમદાવાદની હોસ્પિટલમાં બીયું પરમિશનનો(BU Permission)  મામલો ફરી ઉછળ્યો છે. ગત 31મે સુધીમાં સી ફોર્મ રજિસ્ટ્રેશન નહિ થતા અમદાવાદની 450 જેટલી હોસ્પિટલને તાળા વાગે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મામલે તાત્કાલિક નિરાકરણ લાવવા અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સીંગ હોમ્સ એસોસિયેશનએ માંગ કરી હતી. શુક્રવાર સુધીમાં ફોર્મ ‘સી’ રિન્યુઅલ ન થવાના મુદ્દે નિર્ણય નહિ આવે તો ખાનગી હોસ્પિટલના ડોકટર્સ રસ્તા પર ઉતરી આંદોલન કરશે ધારણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આજ સુધી કોઈ નિર્ણય ન આવતા અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ બે દિવસ માટે બંધ રહેશે. જેનું એલાન અમદાવાદ (Ahmedabad) હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશને કર્યું છે.

 

Next Video