Ahmedabad: વહેલી સવારથી અમુલ પાર્લર પર લોકોની ભીડ જામી, જો કે દૂધની અછત ન હોવાનો લોકોને અનુભવ થયો

|

Sep 21, 2022 | 10:05 AM

આજે એક દિવસીય હડતાળને (strike) પગલે માલધારીઓ દૂધનું વિતરણ નહીં કરે. જેથી ગઇકાલ રાતથી જ લોકો દુધ લેવા ઉમટી પડ્યા હતા. અમદાવાદમાં (Ahmedabad) મોડી રાત્રે દૂધ લેવા માટે લાંબી કતારો લાગી હતી

માલધારી (Maldhari) સમાજે તેમની વિવિધ માંગણીઓનો ઉકેલ ન આવતાં આજે એક દિવસીય હડતાળ (Strike) રાખીને દૂધનું વિતરણ બંધ રાખ્યું છે. જેના પગલે વહેલી સવારથી જ અમદાવાદમાં (Ahmedabad) વિવિધ અમૂલ પાર્લરમાં દૂધ લેવા માટે લોકોની કતારો લાગી છે. લોકોને દુધ ન મળવાનો ડર સતાવી રહ્યો છે. જેના કારણે લોકો દૂધનો સ્ટોક કરવા માટે વહેલી સવારથી જ અમૂલ પાર્લરમાં ઉમટ્યા છે. જો કે બીજી તરફ માગ વધવાના કારણે દૂધની અછત સર્જાય તેવી સ્થિતિ લોકોને લાગી રહી હતી. જો કે TV9ની ટીમ દ્વારા જ્યારે અમૂલ પાર્લર પર જઇને લોકો સાથે વાત કરવામાં આવી તો લોકોએ દુધની અછત ન સર્જાતી હોવાનું જણાવ્યુ છે.

આજે એક દિવસીય હડતાળને પગલે માલધારીઓ દૂધનું વિતરણ નહીં કરે. જેથી ગઇકાલ રાતથી જ લોકો દુધ લેવા ઉમટી પડ્યા હતા. અમદાવાદમાં મોડી રાત્રે દૂધ લેવા માટે લાંબી કતારો લાગી હતી. માલધારીઓ દૂધ વેચશે નહીં અને ઘેર ઘેર દૂધ આપવા માટે નહીં જાય. આથી મોડી રાત્રે દૂધ (Milk) ખરીદવા માટે ઠેર ઠેર લાઇનો જોવા મળી હતી. આજે સવારે પણ લોકો અમદાવાદના અમૂલ પાર્લરમાં દૂધ લેવા ઉમટી પડ્યા છે. જો કે દૂધ લેવા આવનારા લોકો જાતે પણ અનુભવ કરી રહ્યા છે કે દૂધની અછત સર્જાય તેવી કોઇ પરિસ્થિતિ નથી. લોકો જેટલુ દૂધ માગી રહ્યા છે તેટલુદૂધ તે લોકોને મળી રહ્યુ છે.

દૂધ (Milk) નહીં મળે તેવી બીકે લોકોએ ગત સાંજથી જ દૂધ લેવા માટે પડાપડી કરી હતી. લોકોએ દૂધનો સ્ટોક કરવાનો શરૂ કરી દેતાં ગણતરીના કલાકોમાં રોજ કરતા બમણું દૂધ વેચાઈ ગયું હતું. અમદાવાદમાં ગઈ સાંજે જ દૂધનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. જેના કારણે વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો દૂધ લેવા ઉમટી પડ્યા હતા. જો કે ગ્રાહકોને આજે દૂધની અછતની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી.

Published On - 10:03 am, Wed, 21 September 22

Next Video