Ahmedabad: ટ્રાફિક નિયમ તોડનારને મહિલા પોલીસે નિયમ સમજાવીને બાંધ્યું રક્ષાસૂત્ર, જુઓ વીડિયો

|

Aug 11, 2022 | 5:25 PM

હેલમેટ ન પહેરી કે સીટ બેલ્ટ ન બાંધીને ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને પોલીસે અટકાવ્યા હતા અને આજે આ બેદરકાર વાહન ચાલકોને મેમો (Memo) આપવા કે દંડ ભરાવવાને બદલે મહિલા પોલીસે વાહનચાલકોને રાખડી બાંધી હતી

રક્ષાબંધનનું (Rakshabandhan) મૂળ હાર્દ ભાઈએ બહેનની રક્ષા કરવાનું છે જોકે આધુનિક જમાનામાં બહેનો પણ સક્ષમ થઈને ભાઇની રક્ષા કરતી હોય છે આ બાબતને સરસ રીતે સમજાવતા અમદાવાદમાં (Women traffic police) મહિલા ટ્રાફિક પોલીસે વાહનચાલકોને સુરક્ષા માટેના વિવિધ નિયમો સમજાવીને રાખડી બાંધી હતી અને તેમને સુરક્ષા માટે અમદાવાદમાં ટ્રાફિક પોલીસે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી હતી.

હેલમેટ ન પહેરનારા લોકોને  સમજાવ્યા ટ્રાફિકના નિયમ

હેલમેટ ન પહેરી કે સીટ બેલ્ટ ન બાંધીને ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને પોલીસે અટકાવ્યા હતા અને આજે આ બેદરકાર વાહન ચાલકોને મેમો (Memo) આપવા કે દંડ ભરાવવાને બદલે મહિલા પોલીસે વાહનચાલકોને રાખડી બાંધી હતી અને નિયમ તોડનારા લોકોને નિયમપાલન કરવા માટે સમજાવ્યા હતા. મહિલા પોલીસે આવા નિયમ તોડનારા લોકોને સમજાવ્યા હતા કે  વાહન ચલાવતી વખતે અને હેલમેટ કે સીટ બેલ્ટ બાંધે તો અકસ્માત સમયે જીવનું જોખ ઓછું રહેશે તેમ જણાવ્યું હતું. સમાજમાં પરિવર્તન લાવનારી પોલીસની અનોખી પહેલના વાહન ચાલકોએ વખાણ કર્યાં હતા.

Published On - 5:18 pm, Thu, 11 August 22

Next Video