Ahmedabad: દવાઓની આડઅસર નિવારવા અંગે WHO દ્વારા નેશનલ ફાર્મેકોવિજિલન્સ વીક-2022ની ઉજવણી

|

Sep 22, 2022 | 3:02 PM

આ કાર્યક્રમમાં નર્સિંગ સ્ટાફ તથા રેસીડેન્ટ ડૉક્ટરે  (Doctor) દવાઓની આડઅસર કેવી રીતે ઓળખવી અને તેને કેવી રીતે નિવારી શકાય તે અંગે વિશેષ રીતે તાલીમ આપવામાં આવી હતી. ફાર્મેકોલોજી વિભાગ તરફથી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત  અઠવાડિયા દરમિયાન વિવિધ વિષયો ઉપર તજજ્ઞો અને તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. 

મોટા ભાગે જો તાવ  (Fever) કે શરદી અથવા શરીરનો દુખાવો હોય તો લોકો જાતે જ દવા લઈ લેતા હોય છે, પરંતુ કેટલીક દવાની (Medicine) લાંબા ગાળે આડઅસર થતી હોય છે ત્યારે તે અંગે તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. WHO (world health Organisation ) દ્વારા નેશનલ ફાર્મેકોવિજિલન્સ વીક-2022ની ઉજવણી 17થી 23 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવી છે. ત્યારે આ અંતર્ગત અમદાવાદની  બી. જે મેડિકલ કોલેજ (B. J Medical College) ખાતે દવાઓની આડઅસરને કેવી રીતે ઓળખવી, કેવી રીતે તેનું નિદાન કરવું અને દર્દીને કેવી રીતે દવાઓની આડઅસર ન થાય તે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નર્સિંગ સ્ટાફ  તથા રેસીડેન્ટ ડૉક્ટરે (Doctor) દવાઓની આડઅસર કેવી રીતે ઓળખવી અને તેને કેવી રીતે નિવારી શકાય તે અંગે વિશેષ રીતે તાલીમ આપવામાં આવી હતી. ફાર્મેકોલોજી વિભાગ તરફથી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અઠવાડિયા દરમિયાન વિવિધ વિષયો ઉપર તજજ્ઞો અને  તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.  17-23 સપ્ટેમ્બર 2022 સુધી રાષ્ટ્રીય ફાર્માકોવિજિલેન્સ સપ્તાહના અંતર્ગત રોગ સુરક્ષા અંગે માહિતી આપવામાં આવશે.

Next Video