AHMEDABAD : સોલામાં ઉમિયાધામ મંદિર ખાતે ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો પ્રારંભ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે શુભારંભ

|

Dec 11, 2021 | 12:19 PM

ઉમિયાધામ મંદિર ઉપરાંત, ઊંઝા ખાતે મુખ્ય મંદિરનું સંચાલન કરતું ટ્રસ્ટ પણ UPSC અને GPSC પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા પાટીદાર યુવાનોને તાલીમ તેમજ હોસ્ટેલની સુવિધા આપવા માટે મંદિરની બાજુમાં 13 માળનું સંકુલ પણ બાંધશે.

અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિર ખાતે આજથી ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ થયો છે. જેમાં આજે મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહ્યાં છે.

સવારે 9 કલાકે 51 કરોડ મંત્રોચ્ચાર સાથે પોથીયાત્રા યોજાઇ. વિશ્વ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ મંદિર અમદાવાદના સોલામાં આકાર લઇ રહ્યું છે. આશરે 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થશે. ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ 11મી ડિસેમ્બરથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહના હસ્તે થનાર છે. 12મી ડિસેમ્બરે ભવ્ય નવચંડી અને 13મી ડિસેમ્બરે શિલાપૂજન થશે.

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે કડવા પાટીદાર સમાજની કુળદેવી માતા ઉમિયાને સમર્પિત મંદિર અને અન્ય ઈમારતો 74,000 ચોરસ યાર્ડમાં જમીનમાં બનાવવામાં આવશે. તેના પર 1,500 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં આજથી (શનિવાર)થી ત્રણ દિવસીય શિલાન્યાસ સમારોહ શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે ડિજિટલ માધ્યમથી શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.

ઉમિયાધામ મંદિર ઉપરાંત, ઊંઝા ખાતે મુખ્ય મંદિરનું સંચાલન કરતું ટ્રસ્ટ પણ UPSC અને GPSC પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા પાટીદાર યુવાનોને તાલીમ તેમજ હોસ્ટેલની સુવિધા આપવા માટે મંદિરની બાજુમાં 13 માળનું સંકુલ પણ બાંધશે. બાદમાં સાંજે શાહ સોલા ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ 4 લેન રેલવે ઓવરબ્રિજ અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે.

AMC તરફથી એક રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે તે જ સ્થળેથી શાહ રાણીપ વિસ્તારમાં બગીચા માટે ભૂમિ પૂજનમાં સામેલ થશે અને સરખેજ અને ગોતા ખાતે તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. શાહ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

Next Video