વારંવાર ટેલીકોન્ફરન્સથી કંટાળેલા શિક્ષકોનું “અમને ભણાવવા દો” અભિયાન

|

Oct 01, 2021 | 10:53 PM

વારંવાર ટેલીકોન્ફરન્સને કારણે શિક્ષકોનો સમય બગડે છે અને શિક્ષકો બાળકોને કલાસરૂમમાં ભણાવી શકતા નથી

AHMEDABAD : કોરોનાને કારણે ઓનલાઇન શિક્ષણ અને ત્યાર બાદ ટેલીકોન્ફરન્સથી કંટાળેલા શિક્ષકોએ હવે અમને ભણાવવા દો અભિયાન શરૂ કર્યું છે. વારંવાર ટેલીકોન્ફરન્સને કારણે શિક્ષકોનો સમય બગડે છે અને બાળકોને કલાસરૂમમાં ભણાવી શકતા નથી.અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ શિક્ષક મંડળે આક્ષેપ કર્યો છે કે શિક્ષકોને વારંવાર ટેલીકોન્ફરન્સમાં જોડવામાં આવે છે.સપ્ટેમ્બરમાં 11 જેટલી ટેલીકોન્ફરન્સમાં શિક્ષકોને જોડાવા સૂચના આપવામાં આવી હતી. અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ શિક્ષકોને ટેલીકોન્ફરન્સમાં જોડાવું પડે છે…જેના કારણે શિક્ષકોનો સમય અને વિદ્યાર્થીઓનો અભ્યાસ બંને બગડે છે.

તો બીજી તરફ અમદાવાદ સ્કૂલ બોર્ડના શિક્ષકોને BLO ની કામગીરી સોંપવામાં આવતા શિક્ષક મંડળે વિરોધ નોંધાવ્યો છે.. સ્કૂલ બોર્ડના 1200 શિક્ષકોને ચૂંટણી પંચ દ્વારા બીએલોની કામગીરી કરવાના હુકમ કરવામાં આવ્યા છે… જેને લઈને મ્યુનિસિપલ શિક્ષક મંડળે ચૂંટણી પંચને રજુઆત કરી છે.. બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્ત કરવા માગ કરી છે.. શિક્ષક મંડળે આક્ષેપ કર્યો છે કે, આરટીઇની જોગવાઈ વિરૂદ્ધ શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે… એકના એક શિક્ષકોને વારંવાર કામગીરી સોંપાય છે. સાથે જ રોટેશન પદ્ધતિનો અમલ કરવામાં આવતો નથી.

આ પણ વાંચો : બોગસ બિલીંગ પ્રકરણે સ્ટેટ અને સેન્ટ્રલ GSTનું સંયુક્ત ઓપરેશન, કુલ 33 પેઢીઓના 57 સ્થળોએ દરોડા પાડ્યા

આ પણ વાંચો : કલિયુગનો હવસખોર ભાઈ : પિતરાઈ ભાઈએ જ સગીર બહેન પર નજર બગાડી શારિરીક અડપલા કર્યા

Next Video