અમદાવાદીઓ મીઠાઈ ખાતા પહેલા સાવધાન ! તમારી મનગમતી મીઠાઈ તળાઈ રહી છે ઝેરમાં,જુઓ VIDEO

|

Aug 08, 2022 | 6:16 AM

શ્રાવણ મહિનામાં (Sharvan month) વેપારીઓ અઢળક કમાણી કરી લેતા હોય છે પરંતુ તેઓ ગ્રાહકોના સ્વાસ્થ્યનું જરા પણ નથી વિચારતા.

સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં (Hindu reliogion) શ્રાવણ મહિનાનું અનોખું મહત્વ છે. હિન્દુ ધર્મના સૌથી વધુ તહેવારો શ્રાવણ માસમાં આવે છે અને એટલે જ શ્રાવણ માસમાં ફરસાણનું (Sweet) સૌથી વધુ વેચાણ થાય છે અને તેમાં પણ ફરાળી વાનગીઓ સૌથી વધુ વેચાય છે.પરંતુ શું તમે જાણો છો કે આ મીઠાઈઓ ઝેરમાં તળેલી હોય છે ?

ફરસાણના વેપારીઓ માટે કમાણીનો મહિનો

મહત્વનું છે કે,શ્રાવણ મહિનામાં (Sharvan month) વેપારીઓ અઢળક કમાણી કરી લેતા હોય છે પરંતુ તેઓ ગ્રાહકોના સ્વાસ્થ્યનું જરા પણ નથી વિચારતા.આટલું ગંદુ તેલ રસ્તા પર લારી નાખીને ભજીયા તળનારાનું નથી.આ ગંદુ તેલ પ્રખ્યાત એવા દાસ મોન્ટુભાઈ ખમણમાં વાપરવામાં આવતું હતું.જ્યારે તેમના માલિકને આ પૂછવામાં આવ્યું ત્યારે તેઓ ગલ્લાં તલ્લાં કરતા નજરે પડ્યા હતા.છતાં આવા તેલમાં તળેલી મીઠાઈના ભાવ આસમાને છે.મોટાભાગની મીઠાઈના ભાવ એક કિલોના સાડા ત્રણસો રૂપિયાથી વધુ છે. પરંતુ આ મીઠાઈ તળાય છે તે તેલ જોશો તો તમારું મન પણ મોંઘીદાટ મીઠાઈ પરથી ઉઠી જશે.

વેપારીઓ ગ્રાહકોના જીવને પણ જોખમમાં મુકતા ડરતા નથી !

કોઈપણ વાનગી તેલમાં બેથી ત્રણ વખત તળી શકાય છે. પરંતુ જો સતત એક જ તેલમાં (oil) વાનગી તળાય તો તે ઝેર બની જાય છે. સામાન્ય રીતે કોઈપણ વાનગી તળતા પહેલા તેલનું TPC એટલે કે ટોટલ પોલાર કાઉન્ટ 25થી નીચે હોવું જોઈએ પરંતુ દાસ મોન્ટુભાઈ ખમણમાં જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે ટીપીસી 50થી પણ વધુ સામે આવ્યું.

ફરસાણના દરેક વેપારી ખરાબ નથી હોતા પરંતુ કેટલાક વેપારીઓની દાનત માત્ર રૂપિયા રળી લેવાની હોય છે અને એના માટે તેઓ ગ્રાહકોના જીવને પણ જોખમમાં મુકતા ડરતા નથી આવા ફરસાણના વેપારીઓ પાસેથી મીઠાઈ તો ન જ ખરીદવી જોઈએ પરંતુ કડક કાર્યવાહી થાય તે પણ જરૂરી છે.

 

(વીથ ઈનપુટ-જીગ્નેશ પટેલ, અમદાવાદ) 

Published On - 7:37 am, Sun, 7 August 22

Next Video