Ahmedabad : શહેરના નરોડા પાટિયા-મેમ્કો રોડ પર ભૂવાના સમાર કામમાં મંદ ગતિ, લોકો પરેશાન

|

Oct 09, 2022 | 11:11 PM

અમદાવાદમાં(Ahmedabad)  ભૂવા(Sinkhole)  પડવાનો સિલસિલો યથાવત છે.. જો કે સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે મહાનગરપાલિકા તંત્રની ભૂલને કારણે આ ભૂવો પડ્યો છે, જેને કારણે સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

અમદાવાદમાં(Ahmedabad)  ભૂવા(Sinkhole)  પડવાનો સિલસિલો યથાવત છે.. જો કે સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે મહાનગરપાલિકા તંત્રની ભૂલને કારણે આ ભૂવો પડ્યો છે, જેને કારણે સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં નરોડા(Naroda) પાટિયા મેમ્કો રોડ પર મસમોટો ભૂવો પડયો.. મહાત્મા ગાંધી ફિજીયોથેરાપી કોલેજ પાસે ભૂવો પડતા લોકો હેરાન પરેશાન થયા.. શુક્રવારે પડેલા વરસાદને કારણે નાનો ખાડો પડ્યો.. ત્યાર બાદ રવિવાર સુધીમાં આ ખાડો ભૂવામાં પરિણમ્યો.. છેવટે મહાનગરપાલિકાએ રસ્તા પર ભૂવો પડ્યો હોવાથી વાહન વ્યવહાર માટે અવરજવર બંધ કરવામાં આવી અને ટ્રાફિકને BRTS રૂટમાં ડાયવર્ટ કરવામાં આવ્યો.ખાડો પડ્યાના ત્રણ-ત્રણ દિવસ પછી પણ યોગ્ય કામગીરી નહીં કરતા સ્થાનિકોમાં ભારોભાર રોષ છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારના માર્ગો પર વાહન લઈને નીકળો તો સાવધાન રહેજો.. કારણકે ગમે ત્યારે ગમે તે સ્થળે તમારા પગ તળથી જમીન સરકી જશે. નાનો ખાડો ગમે ત્યારે ભૂવો બની જશે.. જે તમારા માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે.. દર વખતે તંત્ર તાત્કાલિક રોડ પરના ખાડા અને ભુવાઓ પુરવાના વાયદાઓ તો કરે છે.. પરંતુ આ વાયદાઓ અને કામગીરી ફક્ત કાગળ પર જ રહી જાય છે.

Next Video