Ahmedabad : SGVPના ઋષિકુમારોએ કડકડતી ઠંડીમાં કર્યું માઘ સ્નાન, જુઓ જોરદાર Video

|

Jan 13, 2023 | 8:11 AM

પોષ મહિનાથી માંડીને મહા મહિનાની પૂનમ સુધી ઠંડીનું પ્રમાણ વધારે હોય છે ત્યારે આ સમયમાં રોજ રાત્રે માટલામાં પાણી ભરી દેવામાં આવે છે અને આખી રાત ખુલ્લી જગ્યામાં આ માટલા રાખવામાં આવે છે. ત્યાર બાદ સવારે આ પાણીથી જ સ્નાન કરવામં આવે છે.

અમદાવાદમાં છારોડી ખાતે આવેલા SGVP ગુરૂકુળના દર્શનમ સંસ્કૃતમ મહાવિદ્યાલયનાં ઋષિકુમારો દ્વારા માઘ સ્નાન કરવામાં આવ્યું હતું. પોષ સુદ પૂનમ એટલે કે પોષી પૂનમથી માંડીને મહા સુદ પૂનમ સુધી એટલે કે એક મહિના સુધી ઋષિ કુમારો વહેલી સવારે માટલાના ઠંડા પાણીથી સ્નાન કરે છે. તો જે સત્સંગીઓ આ નિયમને અનુસરવા માગતા હોય છે તેઓ પણ એક મહિના સુધી માઘ સ્નાન કરે છે.

શું છે માઘ સ્નાન

પોષ મહિનાથી માંડીને મહા મહિનાની પૂનમ સુધી ઠંડીનું પ્રમાણ વધારે હોય છે ત્યારે આ સમયમાં રોજરાત્રે માટલામાં પાણી ભરી દેવામાં આવે છે અને આખી રાત ખુલ્લી જગ્યામાં રાખ્યા આ માટલા રાખવામાં આવે છે ત્યાર બાદ સવારે આ પાણીથી જ સ્નાન કરવામં આવે છે માઘ સ્નાન કરવાથી સ્વાસ્થ્ય જળવાય છે અને માઘ સ્નાનનું મહત્વ પદ્મ પુરાણ તેમજ સત્સંગી જીવન વગેરે શાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવ્યું છે.

 માઘ સ્નાન માટે  વહેલી પરોઢથી પ્રાતઃ કાળ સુધીનો સમય યોગ્ય

માઘ સ્નાન કરવા માટે  પરોઢનો સમય  કે જ્યારે આકાશમાં તારા દેખાતા હોય તે તે યોગ્ય છે વહેલી પરોઢથી સવારે સૂર્યોદય થાય તેટલા સમય સુધી માઘ સ્નાન કરી શકાય છે આખી રાત ઠરેલું  ઠંડુ પાણી  શરીર ઉપર પડે ત્શયારે એવી અનુભૂતિ થાય કે જાણે શરીર થીજી ગયું હોય , જોકે પછી થોડી જ મિનિટોમાં શરીરને ઠંડીનો અનુભવ થતો નથી.

માઘી પૂર્ણિમાએ અજમાવો આ સરળ ઉપાય, દાંપત્યજીવનમાં આવશે મધુરતા !આ પણ વાંચો

પ્રયાગરાજમાં પણ માઘ મેળાનું મહત્વ

ગુજરાતી પંચાંગ અનુસાર પોષ સુદ પૂર્ણિમાના દિવસથી આ કલ્પવાસનો પ્રારંભ થાય છે. આ દરમિયાન પ્રયાગમાં માઘ મેળો પણ યોજાય છે. પ્રયાગરાજમાં એક માસ સુધી નિવાસ કરીને માઘ સ્નાન કરવા માટે ત્રણ પરંપરા પ્રચલિત છે. પોષ સુદી એકાદશીથી માઘ (મહા) સુદી એકાદશી. મકર સંક્રાંતિથી કુંભ સંક્રાંતિ. તેમજ પોષી પૂર્ણિમાથી માઘી પૂર્ણિમા. શ્રદ્ધાળુઓ આ ત્રણમાંથી નિર્ધારિત તિથિ નક્કી કરી માઘ સ્નાનનો સંકલ્પ લે છે. અને એ એક માસ પર્યંત તેઓ પ્રયાગમાં કલ્પવાસ કરે છે. અલબત્, પોષી પૂર્ણિમાથી માઘ સ્નાનનો વિધિવત પ્રારંભ થતો હોઈ આ તિથિનો સવિશેષ મહિમા રહે છે. અને તે સાથે જ માઘ મેળાનો પણ પ્રારંભ થઈ જાય છે.

Next Video