Ahmedabad: જોઈ લો કેવા તેલમાં તળાય છે ફરસાણ! વીડિયો જોઈને ચોંકી જશો

|

Aug 08, 2022 | 11:33 PM

બનારસી સમોસા ભજીયા હાઉસ પર આરોગ્ય વિભાગની (Health department) ટીમે  હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે એકનું એક તેલ વારંવાર વાપરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા સામે આવ્યું હતું કે તેલની ટોટલ પોલર કમ્પાઉન્ડ માત્રા ઓછી હતી.

પવિત્ર શ્રાવણ માસમાં (Shravan mass) ભક્તોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે ઉદ્દેશ્યથી આરોગ્ય વિભાગની (Health department) ટીમ સક્રિય થઈ છે. આરોગ્ય વિભાગે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કે આરોગ્યને નુકસાન કરે તેવી દુકાનો પર તવાઈ બોલાવી હતી. જે અંતર્ગત અમદાવાદના (Ahmedabad) ઈસનપુર વિસ્તારમાં આવેલી બનારસી સમોસા ભજીયા હાઉસ પર આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી.

વારંવાર વપરાયેલા તેલથી શરીરને ભારે નુકસાન

બનારસી સમોસા ભજીયા હાઉસ પર આરોગ્ય વિભાગની (Health department) ટીમે  હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે એકનું એક તેલ વારંવાર વાપરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા સામે આવ્યું હતું કે તેલની ટોટલ પોલર કમ્પાઉન્ડ માત્રા ઓછી હતી. જેથી આરોગ્ય વિભાગે આ દુકાનને સીલ કરી દીધી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ફરસાણ સહિતના દુકાનધારકોમાં આરોગ્ય વિભાગની તપાસ કામગીરીથી ફફડાટ વ્યાપ્યો છે.

રાજકોટમાં પણ ખાદ્ય પદાર્થોમાં મળી આવી ભેળસેળ

બીજી તરફ રાજકોટમાં ફરાળી લોટના નામે અન્ય લોટની ભેળસેળ થતી હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે તો જન્માષ્ટમીના તહેવારો પહેલા રાજકોટમાંથી શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી ઝડપાયું હતું. 40 ડબામાં 599 કિલો ઘી ઝડપાયું હતું. આ ઘટનામાં કુવાડવા પોલીસે એક શખ્સને પકડીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી. ફુડ એન્ડ સેફટી અધિકારીઓની હાજરીમાં ઘીના નમુના લઈને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા અને આ નમૂના ફેલ જતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.  તેમજ રાજકોટના નવાગામ આણંદ પર રંગીલા શેફર્ડ પાર્કમાં રહેતા પરેશભાઈ લીલાધરભાઈ મૂલીયા નામના શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Published On - 11:33 pm, Mon, 8 August 22

Next Video