Ahmedabad: BAPS મંદિર ખાતે યોજાયું સનાતન ધર્મ સંત સંમેલન

|

Aug 29, 2022 | 8:58 AM

વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ (Indian culture) અને સનાતન હિન્દુ ધર્મનું ગૌરવ વધારનારા વિશ્વ વંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનો (Pramukh swami Maharaj) શતાબ્દી મહોત્સવ અમદાવાદને (Ahmedabad) આંગણે ઉજવાશે. 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી દરમિયાન ઉજવાનાર આ મહોત્સવ માટે અમદાવાદના સાયન્સ સિટી-ઓગણજ સર્કલ વચ્ચે પૂરજોશ તૈયારી ચાલી રહી છે.

અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે BAPS સ્વામિનારાયણ મંદિર  (BAPS Mandir) ખાતે ભવ્ય સનાતન ધર્મ સંત સંમેલન યોજાયું હતું, જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યના 200થી વધારે સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા. બીજાનાં ભલામાં આપણું ભલું છે.’ પોતાના એ જીવનસુત્રને જીવનભર જીવનાર પ્રમુખસ્વામી મહારાજ (Pramukh swami maharaj) ઉંચ-નીચ, ગરીબ-ધનવાન, સાક્ષર-નિરક્ષર, શહેરી-ગ્રામીણ જેવા કોઈ પણ ભેદભાવ વિના સર્વના ભલા માટે જીવનભર સેવારત રહ્યા હતા. તેમણે સનાતન ધર્મની પરંપરામાં દેશ-વિદેશમાં 1200થી વધુ મંદિરો તેમજ 1 હજારથી વધુ સંતોની સમાજને ભેટ આપી છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ વર્ષે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અનેકવિધ પ્રેરક કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.

ડીસેમ્બર મહિનામાં યોજાશે પ્રમુખસ્વામી મહારાજ  શતાબ્દી મહોત્સવ

વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ (Indian culture) અને સનાતન હિન્દુ ધર્મનું ગૌરવ વધારનારા વિશ્વ વંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનો (Pramukh swami Maharaj) શતાબ્દી મહોત્સવ અમદાવાદને (Ahmedabad) આંગણે ઉજવાશે. 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી દરમિયાન ઉજવાનાર આ મહોત્સવ માટે અમદાવાદના સાયન્સ સિટી-ઓગણજ સર્કલ વચ્ચે પૂરજોશ તૈયારી ચાલી રહી છે. સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણ પામી રહ્યું છે ‘સ્વામિનારાયણ નગર’. જે માટે 4 ગામના 250 જેટલા ખેડૂતોએ ‘સ્વામિનારાયણ નગર’ માટે પોતાની મહામૂલી જમીન સેવામાં આપી છે.

‘સ્વામિનારાયણ નગર’ માટે કેટલાક ખેડૂતોએ તો છેલ્લા બે વર્ષથી ખેતી પણ કરી નથી. સાથે અમદાવાદના કેટલાક બિલ્ડરોએ પણ કરોડોની કિંમતની જમીન મહોત્સવ માટે સેવામાં આપી છે. BAPSના વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં 600 એકર જમીનમાં આકાર લઈ રહ્યું છે ‘સ્વામિનારાયણ નગર’. જ્યાં આશરે 35 દિવસ માટે ઊભી કરાશે મીની ટાઉનશીપ. એક સાથે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખસ્વામી મહારાજની સાથે અન્ય દેવી-દેવતાઓ, સંતો-ભક્તોના દર્શન કરી શકશે. આ માટે મહોત્સવ સ્થળે 7 હજાર જેટલા વૃક્ષો અને 10 લાખથી વધુ ફૂલ-છોડ ઉગાડવામાં આવ્યા છે. જે ‘સ્વામિનારાયણ નગર’ની શોભા વધારવાની સાથે પર્યાવરણની જાગૃતિનો સંદેશો આપશે.

Next Video